‘પાણીના સ્તર ઊંડા ઉતરતાં પાણીનો સંગ્રહ કરી પછી પાણી અપાશે’ ગાડી ફેરવીને તંત્રની જાહેરાત
• 40 લાખ લિટર પાણી વેચાતું લેવાની ફરજ
હાફેશ્વર યોજનાનું પાણી પણ છોટાઉદેપુર સુધી નહીં પહોંચતાં લોકોની હાલત કફોડી બની છે
છોટાઉદેપુર નગરમાં છેલ્લા એક મહિનાથી પાણીનો પ્રશ્ન પ્રજાને સતાવી રહ્યો છે. ઓરસંગનદી આધારિત નગરપાલિકા વોટરવ વર્કસના બે કુવા આવેલા છે. જેમાં છેલ્લા પાણીના સ્તર ઊંડા ઉતરી જવાથી પાણીનો સંગ્રહ કરી પછી પાણી આપવામાં આવશે તેવી જાહેરાત મંગળવાર તા 17ના છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ગાડી ફેરવી નગરના દરેક વોર્ડમાં કરવામાં આવી હતી. અને હવે જ્યારે સ્તર ઊંડા ઉતરી જતા પાણીનો બગાડ કરવો નહીં તેવા સૂચનો કરવામાં આવ્યા હતા.
હવે નગરની અંદાજિત 35 હજાર જેટલી વસ્તીને પાણીના કારણે ટળવળવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી દર ઉનાળામાં છોટાઉદેપુર નગરમાં પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. રેતી માફિયાઓના દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરી નદીમાં રેતી ન હોવાને કારણે પાણીના સ્તર ઊંડા ઉતરી જાય છે. અને રેતી માફિયાઓના પાપે ઓરસંગ નદીને થયેલું નુકસાનનો ભોગ પાણી ન મળતા પ્રજાએ બનવું પડશે. હાલમાં છોટાઉદેપુર નગરની પ્રજા અર્થે હાફેશ્વર યોજનાનુ પાણી 4 પૈસા પર લીટર તંત્ર દ્વારા મંગાવવામાં આવે છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર