Gujarat

પાલનપુરના ભાવીસણા ગામે જુગાર રમતા ૪ શખ્સનો ઝડપ્યા

પાલનપુર
બનાસકાંઠા જિલ્લાના ભાવિસણા ગામ પાસેથી જુગારધામ ઝડપાયું છે. સરહદી ભુજ રેન્જ બનાસકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાવિસણા ગામે એક ખેતરમાં બહારથી બોલાવી જુગાર રમવાની સગવડ પૂરી પાડી અને ખેતરમાં જુગાર રમાડે છે એવી બાતમી મળી હતી. ભુજ રેન્જ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેડ કરવામાં આવતા ખેતરમાં ગોળ કુંડાળું વળીને જુગાર રમતા ૬ ઈસમોને ભુજ રેન્જે ઝડપી પાડ્યા હતા. જેમાંથી બે ઈસમો નાસવામાં સફળ થયા હતા. જેથી ભુજ રેન્જે છ લોકો સામે ગુનો નોંધી ૨ બાઈક, ૨ એક્ટિવા સહિત કુલ રૂ. ૨ લાખ ૪૧ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો, જેમાં બનાસકાંઠા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભાવિસણા ગામ પાસેથી ભુજ રેન્જની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે એક જુગારધામ ઝડપાયું છે. જેમાં છ લોકો સામે ગુનો નોંધી ૨ બાઈક, ૨ એક્ટિવા સહિત રૂ. ૨ લાખ ૪૧ હજારનો મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Gambling.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *