Gujarat

પાલનપુરમાંથી બાયોડિઝલના જથ્થા સાથે ૧ ઈસમને ઝડપી પાડતી એલસીબી

પાલનપુર
બનાસકાંઠા એલસીબી પોલીસ પાલનપુર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી. આ દરમિયાન બાતમી આધારે એક સફેદ કલરનુ મહીન્દ્રા પીકઅપ ડાલા નં. જીજે.૦૧.ડીઝેડ.૯૨૮૩ માં ગેરકાયદેસર પ્રતિબંધીત ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ ભરી અમદાવાદથી રાજસ્થાન તરફ જનાર છે. જે હકીકત આધારે મહીન્દ્રા પીકઅપ ડાલાના ચાલક દેવાભાઇ ભરવાડ (રાતડીયા) હાલ રહે. સમ્રાટનગર સોસાયટી, ઇશનપુર, અમદાવાદ- પ્રદીપભાઇ પાનસરા (પટેલ) સાથે તેમના મકાનમાં મુળ રહે મકરાણી સણોસરા તા.કાલાવડ જિલ્લો.જામનગર વાળો પોતાના કબ્જાના પીકઅપ ડાલામાં પ્રતિબંધીત ગેરકાયદેસર ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ પ્રવાહી લોખંડ તથા પ્લાસ્ટીકના બેરલ નંગ-૧૧ જેમાં કુલ-૨૨૦૦ લીટર જેની કિંમત ૧ લાખ ૮૭ હજાર મળી કુલ ૪ લાખ ૯૨ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ ચાલાક વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠાના પાલનપુરમાંથી એલસીબીની ટીમે પ્રતિબંધિત બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક પીકઅપ ડાલામાં અમદાવાદથી રાજસ્થાન તરફ લઈ જવાતો ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રતિબંધીત ગેરકાયદેસર ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ બાયોડીઝલની હેરાફેરી કરતા લોખંડ તથા પ્લાસ્ટીકના બેરલ ૧૧ નંગ જેમાં કુલ-૨૨૦૦ લીટર બોયોડિઝલ જેની કિંમત ૧ લાખ ૮૭ હજાર સહીત કુલ ૪ લાખ ૯૨ હજારના મુદ્દામાલ સાથે એક ઇસમને એલસીબી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *