છોટા ઉદેયપુર
પાવી જેતપુર ખાતે શ્રાવણિયો જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી પાવી જેતપુર પોલીસને મળી હતી. બાતમી મુજબ નાની રાસલી ખાતેના એક તબેલામાં જુગાર રમાતો હતો, તે સમયે પાવી જેતપુર પોલીસ ત્રાટકી હતી. પોલીસને જાેઇને જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. પરંતુ પોલીસ પૂરી તૈયારી સાથે પહોંચી હોવાથી નબીરાઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પાવી જેતપુર પોલીસે ૧૬ નબીરાઓ પાસેથી દાવ પર લાગેલા રૂ. ૨૮ હજાર, અંગ ઝડતી લેતાં રૂ. ૪૦ હજાર ૩૪૦, ૧૩ મોબાઈલ અને ૭ મોટર સાયકલ મળી કુલ રૂ. ૫ લાખ ૧૫ હજાર ૩૪૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

