Gujarat

પિતૃતર્પણ માટે ભારતભરમાં જાણીતું સ્થળ એટલે કે ”સૌ વાર કાશી એકવાર પ્રાચી”ચૈત્ર માસ ની રામનવમી ઉપર તથા ચૈત્ર માસ પુનમે માનવ મહેરામણ ઉમટે છે..

ભરત ગંગદેવ ગિરગઢડા.
”સૌ વાર કાશી એકવાર પ્રાચી”
અહીં સુવિખ્યાત મોક્ષ પીપળો, સરસ્વતી નદી માં બિરાજતા શ્રી માધવરાજી પ્રભુ તથા લક્ષ્મીજી મંદિર તથા બીજા જોવાલાયક  પ્રાચીન મંદિરો.
         મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ પાંડવો દ્વારા ક્ષેત્ર તીર્થા દરમિયાન તેમના માથે લાગેલા “ગૌત્ર હત્યા”ના પાપમાંથી મુક્ત થવા અહીં વિધિ કરી દાન-દક્ષિણા આપી હતી. ત્યારબાદ પાપ મુક્ત થયા હતા.
  પ્રાચી તીર્થ……..નાઘેર પંથકનુ કાશી ગણાતું પ્રાચી તીર્થ ક્ષેત્રે પ્રાચી તીર્થ માં આજથી શરૂ થયેલ ચૈત્ર માસ દરમિયાન આવતાં યાત્રાળુઓને રહેવા માટે શ્રી કોળી સમાજ ભવન સહિત વિવિધ સમાજે  બનાવેલી છે ધર્મશાળાઓ.હજારો માનવો જે પિતૃઓ પેત રૂપે આ દિગંત આત્માઓના ઉદ્ધાર માટે સૌરાષ્ટ્ર થી લઈ ગુજરાત તથા ભારત ભરમાં મોક્ષ આપતા તીર્થો છે. જે મૃતકોને તેમના  કર્મ દોષ થી મુક્તિ અપાવવા તીર્થો માં જઈ તેમના પરિવારજનો દ્વારા વિવિધ વિધિ કરી દોષમુક્ત કરાય છે.
સોમનાથ થી નજીક પ્રાચી તીર્થ મહાત્મય શાસ્ત્રોમાં વર્ણવેલ છે એટલે જ શ્રદ્ધાળુઓ ઘણી વખત બોલે છે સો વાર કાશી એકવાર પ્રાચી આ પ્રાચી તીર્થ માં નાના-મોટા મંદિરો ની સાથે વિધિ કરવાના સ્થાન છે આ તીર્થમાં આખા વર્ષ દરમિયાન જેમાં ચાર માસનું પૂનમ નું મહત્વ અનેરૂ છે જેમાં કાર્તિક પૂનમ ચૈત્રી પૂનમ શ્રાવણી પૂનમ અને ભાદરવી પૂનમ માં ખાસ પૂજા થાય છે અહીં શ્રદ્ધાળુઓ વર્ષ પર આવી તેમના કુળના દિગંવત આત્માં ના ઉદ્ધાર કરે છે કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પૂર્ણ થયા બાદ પાંડવો સૌરાષ્ટ્ર ક્ષેત્રના તીર્થાટન દરમિયાન તેના માથે લાગેલા ગોત્ર હત્યાના તથા બધા પાપો માથે મુક્ત થવા અહીં વિધિ-વિધાન કરી દાન-દક્ષિણા આપી હતી ત્યારબાદ પાપમુક્ત થયા હતા એટલું જ નહીં આ સ્થળે હાલ પીપળાનું વૃક્ષ છે ત્યાં જ વિધિ કરેલ તે મોક્ષ પીપળો હાલ પણ પૂજનીય છે અને તેમના દ્વારા શ્રી માધવરાયજી પ્રભુ લક્ષ્મીજી સાથે પ્રાગટ્ય ત્યાજ નજીકમાં વેણી માધવ નામના વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને ધર્મરાજાને પ્રત્યક્ષ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા ત્યાં જે કોઈ મનુષ્ય જય સરસ્વતી કુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડી વેણી માધવ ના દર્શન કરે સે તે સર્વ પાપથી મુક્ત થઈ સારી રીતે યાત્રાધામના ફળને પામે છે તેથી પિતૃઓ નર્ક થી મુક્ત થઈ સ્વર્ગ લોકમાં જાય છે તે મંદિર સરસ્વતી નદીમાં વચ્ચે છે આ ક્ષેત્રમાં જે ભાવિક ભક્તો નિસંતાન છે તેને અહીં નારાયણ બલી ની વિધિ કરાવવામાં આવે છે વિધિ બાદ ત્રિવેણી સ્થાને એક જ વસ્ત્ર થી સ્નાન કરી ભૂદેવોને ભોજન દાન આપી વિદ્વાનોના આશીર્વાદ થી તે નિસંતાન દોષ માંથી મુક્ત થઈ સંતાન પ્રાપ્તિ થાય છે કોઈ કાળે આ સ્થળે રાજા જન્મેજય તળાવમાં કાળાસાન્ઢ સાથે સ્નાન કરતા તેને કાળો કોઢ નીકળેલો. આથી એણે આ પ્રાચી તીર્થ માં વિવિધ વિધિવત્ પૂજા સ્નાન દાન પુણ્ય બાદ તેનો કોઢ દૂર થયેલો. આથી ઘણા ક્ષેત્રે ને સાંઢ તીર્થ પણ કહે છે. આ તીર્થમાં જગતગુરુ શ્રી મંદ વલ્લભાચાર્યજી ની બેઠક પણ અહીં છે. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના અનુયાયીઓ નુ પણ આ તીર્થ છે.આ તીર્થમાં સયાજીરાવ ગાયકવાડ ના દિવાન વિઠોબાજી દ્વારા બે મંદિર બાંધવામાં આવેલ છે જે આજે વિઠલેશ્વર તથા અર્જુનેશ્વર તરીકે ઓળખાય છે અને પૂજાય છે. પાંડવોના કાળમાં આ જ સ્થળે ધર્મરાજાની સાથે પૃથ્વી માતાએ વાદવિવાદ કરેલ આ પ્રાંચી તીર્થ નું નામ પ્રાચી કેમ પડ્યું! તે બાબત જોઈએ તો હંમેશા સરસ્વતી નદીનું વહેણ હંમેશા સમુદ્ર તરફ જતું હોય છે. આથી જ તેને પશ્ચિમ કે દક્ષિણ દામિની કહે છે. પણ ક્યાંય પૂર્વમાં જતી નથી તેનું વહેણ પૂર્વમાં જતું હોવાથી તેને પ્રાચી કહે છે. આ તીર્થમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા પૂજ્ય કસ્તુરબા સદેહે જોડે યાત્રા કરી ગયેલ છે. તેમજ તેમના દેહ વિલય પછી તેમના અસ્થિ વિસર્જન તથા શ્રાદ્ધ વિધિ આ તીર્થમાં કરવામાં આવેલ હતી. આ પ્રાચીન ગ્રંથમાં શ્રદ્ધાળુઓને રહેવા ઉતરવા ધર્મશાળા   ની વ્યવસ્થા છે. આ તીર્થ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ થી 25 કિમી દૂર આવેલું છે. હાલ ચૈત્ર માસ નિમિત્તે પિતૃતર્પણ માટે દૂર-દૂરથી યાત્રાળુઓ આવે છે. અને પુણ્યનું ભાથું બાંધે

IMG-20220402-WA0675.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *