Gujarat

વધતી મોંઘવારી ને ગીર સોમનાથ ના કોડીનારમાં ખેડૂતો નો વિરોધ, પેટ્રોલ – ડીઝલ સહિત ખાતરના ભાવમાં તોતિંગ વધારો થતાં ખેડૂતો એ રસ્તા પર સૂત્રોચાર સાથે કાર્યો હોબાળો.

ગિરગઢડા
 ભરત ગંગદેવ.
વધતી મોંઘવારી ને ગીર સોમનાથ ના કોડીનારમાં ખેડૂતો નો વિરોધ, પેટ્રોલ – ડીઝલ સહિત ખાતરના ભાવમાં તોતિંગ વધારો થતાં ખેડૂતો એ રસ્તા પર સૂત્રોચાર સાથે કાર્યો હોબાળો.
સમગ્ર દેશભરમાં હાલ મોઘવારી એ માજા મૂકી છે અને પેટ્રોલ – ડીઝલ, ખાતર, ગેસ સહિત દરેક ખાદ્ય સીજ વસ્તુઓ માં ભાવ વધી રહ્યા છે. અને ખેડૂતો થી લઈ આમ નાગરિક સૌ કોઈ પરેશાન છે ત્યારે ગઇ કાલ અચાનક ખાતરના ભાવમાં વધારો થતાં ગીર માં ખેડૂતો રોષે ભરાયાં છે. ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો ની આવક બમણી થવા ના બદલે ઓછી થઈ રહી છે ત્યારે અન્ય વસ્તુઓ ની સાથે ખાતરના ભાવમાં પણ તોતિંગ વધારો થતાં આજે કોડીનાર ખાતે ખેડૂતો એ સરકાર વિરૂદ્ધ સૂત્રોચાર કરી કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદશન કર્યું હતું. જુઓ દ્રશ્યો ગીર સોમનાથ ના કોડીનાર શહેર ના, જ્યા આજે બપોર બાદ ખરીદ વહેંચાણ સંઘ ના પેટ્રોલ પંપ સામે રોડ પર બેસી સ્થાનિક ખેડૂત આગેવાનો એ વિવિધ મોંઘવારી મુદ્દે કાળા વાવટા ફરકાવી સરકાર ને હાય હાય ના નારા લગાવ્યા હતા. જોકે આખરે પોલીસે તમામ વિરોધ કરનારા લોકો ની અટકાયત કરી હતી. ખેડૂત નેતાઓ નું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલ 105 રૂપિયા ઉપર ભાવ થયા છે જે ખેડૂતો ને પરવડે તેમ નથી. ગેસ ના બાટલા 200 રૂપિયા મા આપી દીધા હવે ભાવ વધારી દીધો. આગામી  દિવસો માં અમે જલદ આંદોલન કરવાના છે.

IMG-20220402-WA0670.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *