Gujarat

પીપાવાવ પોર્ટમાં હત્યા મામલે એલસીબીએ બે શખ્સોને ઝડપી પાડ્યા

અમરેલી
પીપાવાવ પોર્ટ પર આવેલી કોન્ટ્રાસ લોજીસ્ટીક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે ફરજ બજાવતા અનિલકુમાર આશારામ ચોબલી ત્યાગીની જમીનમાં દાટેલી લાશ મળી આવી હતી. સિક્યુરિટીને ગંધ આવતા પીપાવાવ મરીન પોલીસે જમીનમાંથી લાશને બહાર કાઢી હતી. પીપાવાવ પોલીસે હત્યાનો ગુનો નોંધી એલસીબી, એસઓજી સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી.હત્યા કરી લાશ જમીનમાં દાટી દેવાઈ હતી મૃતક અનિલકુમાર ત્યાગીની બાજુના રૂમમાં રહેતા બાબુ નંદ ગરભ પોતાની કંપનીના મહિલા લેબર વર્કર સાથે વાતચીક કરતો હતો. જે મૃતક અનિલકુમારને સારુ લાગતું ના હોય તે અવારનવાર ટોકતો હતો. આ બાબતે બંને વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી. ૧૩ તારીખે બપોરે એકાદ વાગ્યાના અરસામાં બાબુનંદ સરદારે પાવડાના ઘા મારી અનિલકુમાર આશારામ ત્યાગીની હત્યા નિપજાવી હતી. આ દરમ્યાન અનિલ જબહર સરદાર ત્યાં આવી જતા તે ઘટના જાેઈ જતા બાબુનંદ ગરભુ સરદારે અનિલ સરદારને આ વાત ગુપ્ત રાખવા કહ્યું બદલામાં તેને મોટી રકમ આપવાની લાલચ આપી હતી. અનિલ જબહર સરદાર સાથે લેણુ થઈ ગયેલ હોય તેને પેસાની જરૂર હોય જેથી તે માની ગયો હતો. મૃત્યુ પામનાર અનિલકુમાર ત્યાગીનો મોબાઈલ ફોન લઈ કંપનીમાં કામે લઈ ગયો તારીખ ૧૪ની રાત્રે આશરે ૨ વાગે મૃતક અનિલકુમારની લાશને ઊંચકી તથા ઢસડી કંપનીના પાછળના ભાગે લઈ જઈ બાવળની કાટમાં ખાડો કરી દાટી દીધી અને પુરાવાનો નાશ કર્યો હતો. અનિલ જબહર સરદારે મૃતકના મોબાઈલ માંથી પેટીએમ એપ્લીકેશન મારફતે પોતાના ભાઈ તથા પોતાની પત્ની ને રૂપિયા ૨ લાખ જેટલી રકમ ટ્રાન્ફર કરી દીધી હોવાનું તપાસમાં ખુલ્યું છે બંને એ હત્યા અંગે કબૂલાત આપતા આજે પીપાવાવ મરીન પોલીસને બંને આરોપી ને સોંપી દેવાયા છે.અમરેલીના પીપાવાવ પોર્ટ પર આવેલી ખાનગી કંપનીમાં લેબર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા શખ્સની હત્યા કરી લાશને જમીનમાં દાટી દેવાના મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ મહિલા સાથે વાતચીત કરતા હોય તે મૃતકને ગમતું ના હોવાથી આરોપીઓ સાથે બોલચાલ થઈ હતી. ત્યારબાદ હત્યાનો બનાવ બન્યો હોવાનો ખુલાસો થયો છે.

The-LCB-arrested-two-persons-in-connection-with-the-murder-of-the-supervisor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *