Gujarat

પીપેરો પાસેથી દારૂનો ૬.૧૪ લાખનો જથ્થો પકડી પાડતી દાહોદ એસઓજી

દાહોદ
વાસીયાડુંગરી તરફથી એક ઈસમ તેના નંબર વગરના ટ્રેક્ટરની પાછળ પાણીના ટેન્કરમાં દારૂની પેટીઓ ભરીને દેવગઢ બારીયા તરફ જવાનો છે. જેથી મળેલી બાતમીના આધારે પોલીસ પીપેરો ગામે આવેલી ચોકડી ઉપર વોચ ગોઠવીને ઉભા હતા. દરમિયાન ધાનપુર તરફથી એક ઈસમ બાતમીમાં જણાવેલા પાણીના ટેન્કર સાથેનું ટ્રેક્ટર લઈને આવતો હતો. જેથી પોલીસે તેને ઈશારો કરી ઉભો રખાવી ડ્રાઇવરનું નામ-ઠામ પૂછતાં તેને તેનુ નામ રતનસિંહ ગાજીસિંહ રાવત રાજપૂત જણાવ્યું હતું. પોલીસે પાણીના ટેન્કરમાં તપાસ કરતા ટેન્કરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની ૮૦ પેટીઓમાંથી ૧૫૬૦ નંગ બોટલો મળી આવી હતી.જ જેથી પોલીસે રતનસિંહ ગાજીસિંહ રાવત રાજપૂત પાસેથી રૂ. ૩ લાખ ૦૯ હજારની કિંમતના ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની કુલ ૧૫૬૦ નંગ બોટલો તથા રૂ. ૨ લાખ ૨૫ હજારની કિંમતનું ટ્રેક્ટર તથા રૂ. ૫૦ હજારની કિંમતનું પાણીનું ટેન્કર તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૬ લાખ ૧૪ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ઈસમ વિરુદ્ધ ધાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.દાહોદ એસઓજી પોલીસે ધાનપુર તાલુકાના પીપેરો ગામના આંબલા ચોકડી પાસેથી ટ્રેક્ટર સાથે પાણીના ટેન્કરમાં લઇ જવાતો રૂ. ૩.૦૯ લાખની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૫૬૦ નંગ બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડયો છે. સૂત્રો અનુસાર દાહોદ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી.કરેણ તથા એસ.ઓ.જી પોલીસ સબ ઇન્સપેક્ટર બી.એ.પરમાર તેમના સ્ટાફના માણસો સાથે ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા વાહનોની નાકાબંધીની વોચમાં હતા.

Dhanpur-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *