મોરબી
મોરબીના આમરણના ડાયમંડ નગરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દરરોજ બે-ત્રણ મકાનોને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના છેવાડાના આમરણ પંથકમાં પોલીસ પેટ્રોલિંગ વધારે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.મોરબી તાલુકાના છેવાડાના આમરણ ગામમાં ગત રાત્રીના અંધારામાં તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે ચાર દુકાન અને એક રહેણાંક મકાનમા ચોરીને અંજામ આપ્યો હતો. જાેકે, ચોરોની રંજાડને પગેલે ગામના બે નાગરિકો જાગતા હોય તસ્કરોને હો હા દેકારા કરી પડકાર ફેંકતા તસ્કરોએ પથ્થરમારો કરી મુઠ્ઠીઓ વાળી હતી. મોરબી તાલુકાના આમરણ ગામે દરબારી વાસ મેઈન બજારમાં ગતરાત્રીના બે વાગ્યા બાદ તસ્કરોએ ધમાકેદાર એન્ટ્રી કરી ભૂમિ ટેઈલર્સ, વકીલ વિમલ માનસેતાની ઓફિસ, રવિરાંદલ એન્ટરપ્રાઈઝની બે દુકાન ઉપરાંત ગઢવાળા રોડ ઉપર આવેલી લક્ષમણભાઇની દુકાન તેમજ દુકાનની બાજુમાં જ આવેલા રમેશભાઈ અઘારાના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. વધુમાં તસ્કરોએ તમામ દુકાનોના શટર ઉંચકાવી નાખ્યા હતા. અને અંદાજે રૂ. આઠથી દસ હજારની માલમતાની ચોરી કરી હતી. ઉપરાંત લક્ષમણભાઈની દુકાનમાંથી સોડા પીવાની સાથે નાસ્તાના પડીકા ઉપાડી ગયા હતા. જાે કે કડકડતી ઠંડીમાં તસ્કરો સક્રિય થતાં ગામના લોકો દ્વારા રાત્રીના જાગરણ કરી રખોલુ કરવામાં આવી રહ્યું હોય બે નાગરિકોએ તસ્કરોને પડકાર્યા હતા. પરંતુ ચારેક જેટલા તસ્કરોએ પથ્થર મારો કરતા નાગરિકોએ હો હા દેકારો કરતા તસ્કરો મુઠ્ઠીઓ વાળી નાસી ગયા હતા. આ ઉપરાંત હાઈસ્કૂલ વાળા રોડ ઉપર આવેલા સ્વ.બચુભાઈ જાકાસણીયાના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા પેટ્રોલ પંપમાં નોકરી કરતા મુકેશભાઈના મકાનમાં પણ તસ્કરોએ ચોરી કરી હતી. જાે કે મુકેશભાઈનો પરિવાર હાલ વતનમાં ગયો હોય ચોરીમાં કેટલી માલમત્તા ગઈ તેની વિગતો હજી બહાર આવી નથી. અને તાલુકા પોલીસને ગ્રામજનોએ જાણ કરી હોવાનું જાણવા મળે છે.
