Gujarat

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી જેવું નેતૃત્વ દેશને અગાઉ ક્યારેય મળ્યું નથી : દાઉદી વોરા સમાજના આગેવાન

 જામનગર-હાલારના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે આવેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આગમનને દાઉદી વોરા સમાજના આગેવાનોએ આવકાર્યા હતા. જામનગરના આર્કીટેકટ શ્રી એ.ટી. અતરવાલાએ જણાવ્યું કે, વિશ્વ નેતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસને એક નવો વેગ મળ્યો છે. તેમના જેવું નેતૃત્વ આ અગાઉ ભારતને ક્યારેય મળ્યું નથી. આજે ખાસ કરીને જામનગર હાલાર પંથકના લોકોને પ્રધાનમંત્રીશ્રી મોદીના હસ્તે અનેક પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ મળી છે. ઉપરાંત દાઉદી વ્હોરા સમાજના અન્ય એક આગેવાન શ્રી શેખ બદરૂદ્દીનભાઈએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો હોવાનું જણાવતા શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને આવકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *