Gujarat

પ્રાચીન તીર્થ ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી..

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ..   પ્રાચી તીર્થ ખાતે દસનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાશિવરાત્રી પર્વ એક ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર બમ બમ ભોલે ના સાથે નીકળતા આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા પ્રાચી તીર્થ નુ અતિ  પૌરાણિક પૃથ્વેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરી બમ બમ ભોલેના,અને હર હર મહાદેવ ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા માં દશનામ ગોસ્વામી સમાજ ના આગેવાનો, મહિલાઓ તેમજ વિશાળ સંખ્યામાં શિવભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા અને આ શોભાયાત્રા ગામ ના વિવિધ માર્ગો ઉપર ફરતા શિવમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ શોભાયાત્રામાં   વિશાલભાઈ રામદતી  પરુલબેન વિશાલભાઈ રામદતી એ શિવ અને પાર્વતી નું વેશભૂષા ધારણ કરીને આકર્ષણનું કેન્દ્ર બનેલ ત્યારબાદ આ યાત્રા દશનામ સમાજ ની વાડી એ પહોંચેલ અને ત્યાં શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.  ત્યારબાદ ભોજન પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

IMG-20220301-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *