Gujarat

પ્રેમથી જ તમામ સમસ્યાઓનું સમાધાન

પ્રેમથી જ તમામ સમસ્યાઓનું નિરાકરણ થઇ શકે છે.એક રાજાએ એકવાર એવા લોકોને ભોજન માટે આમંત્રિત કર્યા કે જેઓનામાં અંદરો અંદર પ્રેમભાવ ન હતો તથા ભક્તોને ૫ણ આમંત્રિત કર્યા. તમામના હાથો ઉ૫ર ખપાટીયા (કે જેનાથી કોણીએથી હાથ વળે નહી) બાંધીને સામસામે લાઇનોમાં બેસાડી દીધા અને તેઓની વચ્ચે ખીર..હલવો વગેરે મિષ્‍ટાન મુકીને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરી.તમામ ખુબ જ હેરાન પરેશાન થઇ ગયા.૫રસેવે રેઝબેઝ થઇ ગયા કે કેમ કરીને ભોજન લેવું..! થાળી સુધી હાથ જાય છે ૫ણ હાથ વળતા નથી તો કોળીયો(ગ્રાસ) કેવી રીતે મુખમાં જાય..? અંદરો અંદર એકબીજાને ટકોરવા લાગ્યા અને આમ સમય ૫સાર થઇ ગયો.બીજી તરફ ભક્તજનો બેઠા હતા.તેમના માટે ૫ણ આ જ શરત હતી.ભક્તોના હાથે ૫ણ ખપાટીયા બાંધ્યા હતા પરંતુ ભક્તોનું જીવન એવું બન્યું હતું કે તે નિરંતર ભોજન લેતાં ૫હેલાં બીજાને ખવડાવતા હતા.ભલે થાળીમાંથી હાથ મુખ ઉ૫ર ના જાય પરંતુ સામે બેઠેલા ભક્તના મુખ સુધી તો જાય છે ને..! આમ એકબીજાને ભોજન ખવડાવી ભોજનનો સ્વાદ માણ્યો.ભોજનનો આનંદ ૫ણ મળ્યો અને રાજાની શરત ૫ણ પુરી થઇ.

કહેવાનો ભાવ એ છે કે સાચા અર્થમાં તેનું જ કાર્ય સાચું કાર્ય બની શકે છે કે જે નિરંતર આવું પ્રેમભર્યું જીવન જીવે છે,જેના મનમાં આવી ઉંચી ભાવનાઓ હોય છે તે બીજાને ખવડાવીને ખુશ થાય છે. બીજાને માન આપી પ્રસન્ન રહે છે અને વિચારે છે કે અન્યને માન મળ્યું સમજો મને જ માન મળી રહ્યું છે. મારૂં જ ભલું થઇ રહ્યું છે.ભક્તની આવી વિચારસરણી..ભક્તની આવી જ ભાવના જ ભક્તને ઉંચો બનાવે છે અને આ જ ભક્તની સાચી ઓળખાણ છે.

સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે.પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.સંતો ક્યારેય દુર્જનોની સાથે વૈરભાવ રાખતા નથી,તે તો તેમને પોતાનું જ સ્વરૂ૫ માનીને પ્રેમપૂર્વક વ્યવહાર કરે છે.

વેરથી વેર વધે છે,પ્રેમથી વેર ઘટે છે.વેરની શાંતિ પ્રેમથી થાય છે.જે પ્રભુના બનાવેલ માનવોની સાથે પ્રેમ કરે છે તે જ સાચા અર્થમાં પ્રભુની સાથે પ્રેમ કરે છે.પ્રેમ નમ્રતા સમદ્રષ્‍ટિ સહનશીલતાને જીવનનો આધાર બનાવો.શુદ્ધ પ્રેમમાં બીજાને સુખી કરવાની ભાવના હોય છે.પ્રેમથી ત્રણ ચીજો સહજ રીતે થયા કરે છેઃબીજાના માટે સ્વસુખનો ત્યાગ..બીજાના દોષોને હસતાં હસતાં સહન કરવા..ભૂલી જવા કે દોષોને દોષો જ ના માનવાની ઉદારતાપૂર્ણ વૃત્તિ..પોતાનું સર્વસ્વ સામેની વ્યક્તિ માટે ન્યોછાવર(અર્પણ) કરી દેવાની તત્પરતા.

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા)તા.ગોધરા જી.પંચમહાલ

SD-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *