શ્રી એમ.એસ.ભરાડા સાહેબ, ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લોના નાસતા ફરતા પાકા કામના કેદી (આરોપી) હોય તેવા આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ સુચના કરતા શ્રી ડી.એમ.વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કવોડ, છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ટાફના પોલીસ માણસો જનરલ કોમ્બિંગ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી હક્કીત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન I ગુ.ર.નં.૧૪૨/૨૦૦૬ ઈ.પી.કો. કલમ ૩૭૬ (છ), ૩૦૨ મુજબના કામે આજીવન કેદની સજા ભોગવતો અને ફર્લો રજા પરથી ફરાર થયેલ પાકા કામનો કેદી કાન્તિભાઇ લટુભાઇ રાઠવા રહે.છોટાઉદેપુર, નિરા હોટલ પાછળ, તા.જી.છોટાઉદેપુર નાનો પોતાના ઘરે આવેલ હોવાની મળેલ ચોક્કસ બાતમી આધારે તપાસ કરી આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે.
તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


