Gujarat

બગવાડા ટોલનાકા પાસે ઓઈલ ટેન્કરમાં લીકેજ થતાં રસ્તા પર ઓઈલ ઢોળાયું

વલસાડ
વલસાડના બગવાડા ટોલનાકા પાસે નેશનલ હાઇવે મુંબઇ તરફ જતી એક ટેન્કર ઓઇલ ભરી મુંબઈ તરફ જઈ રહ્યો હતો જે દરમ્યાન ટેન્કર પાછળ લીકેજ થતા ઓઇલ નેશનલ હાઈવે ઉપર ઢોળાઈ રહ્યું હતું. મુંબઈ તરફ જતા અન્ય વાહન ચાલકોએ ઘટનાની જાણ ટેન્કર ચાલકને કરતા ટેન્કર ચાલક બગવાડા ટોલનાકા પાસે નેશનલ હાઈવે ઉપર ઓઇલ ઢોળાતું ટેન્કર મૂકી ભાગી છૂટ્યો હતો. વાહન ચાલકોએ ઓઇલ રસ્તા ઉપર ઢોળાઈ રહ્યું હોવાની જાણ તાત્કાલિક પરડી પોલીસને કરી હતી. પારડી પોલીસને ઘટનાની જાણ થતા પારડી પોલીસની ટીમને કરતા પારડી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટેન્કરને હાઇવે ઉપર ઢોળાઈ રહેલા ટેન્કર ને લઈને વાહન ચાલકો અસરગ્રસ્ત ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી.વલસાડના બગવાડા ટોલનાકા પાસે મુંબઈ તરફ જતા એક ટેન્કરમાંથી ઓઇલ લીકેજ થતા રસ્તા પર રેલમછેલ થઈ હતી. વાહન ચાલકોએ ઘટનાની જાણ ટેન્કર ચાલકને કરતા બગવાડા ટોલનાકા પાસે ઓઇલ લીકેજ થતું ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ ડુંગરી પોલીસને થતાં પોલીસ ટીમ તથા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

The-truck-slid-down-the-ditch.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *