Gujarat

વડોદરાના પોલીસ જવાને ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ પહોંચાડતા ગૃહમંત્રીએ વખાણ્યા

વડોદરા
વડોદરા શહેરના પોલીસ જવાન સુરેશભાઈ હિંગલાજિયાએ માનવતા મહેકાવી છે. સુરેશભાઈ હિંગલાજિયા રાવપુરા એસએચઈ ટીમની પીસીઆરમાં ફરજ બજાવતા હતા, ત્યારે જેલ રોડ પર વરસાદ બાદ અચાનક વાહનો સ્લિપ થવાની ઘટનાની હારમાળા સર્જાઈ હતી. અનેક વાહનચાલકો રસ્તા પર પડી જતાં ઇજા પહોંચી હતી, જેથી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જાેકે એમ્બ્યુલન્સ આવે એ પહેલાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવતીને એએસઆઈ સુરેશભાઈ પીસીઆરમાં બેસાડીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલ પર પહોંચ્યા બાદ સ્ટ્રેચરની રાહ જાેયા વિના જ તેને ઊંચકીને ઇમર્જન્સી વોર્ડ સુધી લઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં અકસ્માતગ્રસ્ત યુવતીને ત્વરિત સારવાર મળી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ જવાનની કામગીરીને બિરદાવી સો-સો સલામ પાઠવીને બિરદાવ્યા હતા.વડોદરા શહેર પોલીસના જવાનો પૂર હોય કે અન્ય કોઈ આફત હોય, હંમેશાં ખડેપગે પ્રજાની સેવા અને સુરક્ષામાં તત્પર હોય છે, જેનું એક ઉદાહરણ વડોદરા શહેરના જેલ રોડ પર જાેવા મળ્યું હતું. જ્યાં અકસ્માતગ્રસ્ત યુવતીને એમ્બ્યુલન્સની રાહ જાેયા વિના પીસીઆર વાનમાં બેસાડી અને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવી હતી. આ ઘટના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધ્યાનમાં આવતાં ટ્‌વીટ કરીને સરાહનીય કામગીરી કરનાર એએસઆઈ સુરેશ હિંગલાજિયાની કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે ‘પોલીસ ફોર્સને સો સલામ પણ ઓછી પડે’ પોતાની ફરજ દરમિયાન સાથે કફન લઈને ફરતા પોલીસ જવાનની કહાની તો શહેરીજનો જાણે છે. એએસઆઈ સુરેશભાઈ હિંગલાજિયા અગાઉ મકરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા, જ્યાં તેઓ હાઇવે પેટ્રોલિંગમાં ફરજ બજાવતા સમય જ્યારે કોઈ રાહદારીનો અકસ્માત સર્જાય અને મૃત્યુ પામે ત્યારે રસ્તા પર ખુલ્લા પડેલા મૃતદેહને ઢાંકવા માટે કોઈ કાપડ પણ સાથે નથી હોતું, જેથી એએસઆઈ સુરેશભાઈ ત્યારથી જ પોતાની ફરજ દરમિયાન એક કફન સાથે લઈને ફરે છે. તેમની આ માનવસેવા અગાઉ પણ પોલીસ વિભાગે બિરદાવી છે.

Home-Minister-tweets-Even-a-hundred-salutes-fall-short.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *