ભરત ગંગદેવ
અમરેલી, તા.૫ અમરેલી જિલ્લાના ૯૪- ધારી બગસરા વિધાનસભામાં સમાવિષ્ટ બગસરા તાલુકામાં ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ગરુડા ટ્રેનિંગ એપ અને તેના ઉપયોગ વિશે તથા મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા ફોર્મ વિશેની તાલીમ આપવામાં આવી હતી. બી.એલ.ઓ. અને સુપરવાઇઝરશ્રીઓને આ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમના આયોજન માટે બેઠક પણ અગાઉ કરવામાં આવી હતી. મદદનીશ મતદાર નોંઘણી અધિકારીએ આ માટે જરુરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપ્યું હતું.

