Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા ૧,૫૧,૫૦૦/- તથા હેરાફેરીમાં વપરાયેલ ટ્રેડટર-ટ્રોલી સાથે કુલ કિમત રૂપીયા ૪,૫૨,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. 

 ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહિ કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃતિ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ
જે અનુસંધાને શ્રી એ.વી કાટકડ, નાયબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર ડીવીઝન, છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ ઝોઝ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે કે પટેલ નાઓ ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદાર દ્વરા બાતમી હકીકત મળેલ કે એક મહિન્દ્રા કંપનીના લાલ કલરના ટ્રેક્ટરની ટ્રોલીમાં નીચેના ભાગે ચોરખાનું બનાવી દારૂ ભરીને અલસીપુરથી કેવડી તરફના રસ્તે જઇ રહેલ છે. તેવી ચોક્કસ બાતમી આઘારે વચલીભીત પાટીયા નજીક વોચ રાખી નાકાબંધી કરતા માહીતી મુજબનુ મહિન્દ્રા કંપનીના લાલ કલરના ટ્રેક્ટરની ટ્રોલીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૪૪૪ જેની કુલ કિમત રૂપિયા ૪,૫૨,૦૦૦/- ના મુદામાલ સાથે ગણનાપાત્ર કેશ શોધી કાઢી આરોપી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220211-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *