રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રકાશિત ‘બાળપ્રકાશ’ એ બાળકોનો સર્વાંગી વિકાસ કરતું સામયિક છે.બાળપ્રકાશ અંગેની જાણ ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટના સંચાલક શ્રી ચેતનભાઈ પટેલ ને થતાં તેઓએ BAPS ના કાર્યકર્તાઓનો સંપર્ક કરી આ સંસ્કાર સિંચન માટેના સામયિકની સેવા કપડવંજ તાલુકાની લગભગ 285 શાળા માટે એક વર્ષનું લવાજમ ભરવામાં આવ્યું.અને દરેક શાળા ના શિક્ષકો તેમજ બાળકો એ આભાર વ્યક્ત કર્યો હતો આ ઉમદા સેવાથી કપડવંજ તાલુકાના લગભગ 3૦ થી ૩૫ હજાર બાળકોને સામયિક વાંચવાનો લાભ મળશે.
આ સેવાના અનુસંધાને કપડવંજ BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો પૂજ્ય દિગંતકિર્તીદાસ સ્વામી તથા પૂજય પ્રિયવર્ધનદાસ સ્વામી તથા સારંગપુરથી પધારેલ સંતો દ્વારા ગુરુકુપા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી ચેતનદાસ નવનીત ભાઈ પટેલ તથા અખિલ ભારતીય માનવઅધિકાર સમિતિ તેમજ માનવાધિકાર એવમ મહિલા બાલ વિકાસ સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિલેષભાઈ જોષીનું તેમજ દીપકભાઈ દરજી , ડૉ વિશાલભાઇ પટેલ નું સન્માન કપડવંજ BAPS મંદિરમાં હરિભક્તોની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું. તેમજ શ્રી નીલેશભાઈ જોશી દ્વારા એમના કપડવંજ તાલુકા ના નિમાયેલ ABMNS સભ્યો નું સન્માન ચેતન ભાઈ, કલ્પેશભાઈ પટેલ ,વરિશભાઈ મન્સૂરી ,ઉર્મિબેન સોલંકી ,જીનલબેનપટેલ , મનીષાબેન પટેલ ,આરતીબેન દવે ,મનીષાબેન વ્યાસ તેમજ રચનાબેન સોની ને કરવામાં આવ્યું તેમજ ચેતનદાસ જોડે જોડાયેલ સેવાકીય કાર્યોમાં પત્રકાર મિત્રો અને સાથી દારો ભાવિંભાઈ જોશી ઉમંગભાઈ જોશી તેમજ અલ્તાફભાઈ નું પણ સન્માન કરવામાં આવ્યું આ ભગીરથ સેવામાં બિપીનભાઈ પ્રજાપતિ એ ખુબજ સહયોગ આપ્યો હતો


