Gujarat

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી.

રિપોર્ટર,મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ના સમાજશાસ્ત્ર વિભાગ કોલેજીયેટ વિમેન ડેવલપમેન્ટ સેલ,રાષ્ટ્રીય સેવા યોજના અને પંચપ્રકલ્પના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર સુરેશ ગઢવી દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.તેમજ મુખ્ય વક્તા તરીકે રાજ્યના મહિલા અને બાળ વિકાસ દ્વારા સંચાલિત વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કઠલાલના કેન્દ્ર સંચાલક દક્ષાબેન સોઢા ઉપસ્થિત રહ્યા હતા. અને મહિલા હિત,કલ્યાણ અને સશક્તિકરણ અંગેની સરકારની પહેલથી વિદ્યાર્થીઓને વાકેફ કરી અનુભવો વ્યક્ત કર્યા હતા.સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર પલ્લવીકા ભટ્ટ દ્વારા મહિલા દિવસના ઇતિહાસથી વિદ્યાર્થીઓ તે વાકેફ કર્યા હતા.તેમજ આકાશ પરમાર દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.પરેશ પટેલ દ્વારા મહિલા વિભાગ અને બાળ વિભાગની વિવિધ લક્ષી માહિતી અપાઇ હતી.તેમજ આભારવિધિ પરેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.વાણિજ્ય વિભાગના અમિત પરમાર ,કોલેજીયેટ વિમેન ડેવલપમેન્ટ સેલના વૈશાલી મકવાણા તેમજ અન્ય અધ્યાપકો અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અભિષેક દરજીએ કર્યું હતું.

cropimage1646647149860.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *