Gujarat

બોટાદમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા

બોટાદ
બોટાદ જિલ્લામાં પહેલી વાર તાલીમ કલાસીસ શરૂ કરવામાં આવ્યો છે. આજદીન સુધી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ આવી રીતે ક્યાય કલાસીસ શરૂ થયા નથી. જ્યારે બોટાદ પોલીસ દ્વારા નિશુલ્ક તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શક કરવાના શિક્ષણ ભીમુખ અભિગમ થકી રાજકોટની ટીટીસી કેરિયર એકેડમીના સંચાલક અને સફળ ફેકલ્ટી તથા સ્પીપા રેન્ક અને ૪૦થી વધુ સરકારી પરીક્ષાઓ પાસ કર્યાની સિદ્ધિ ધરાવતા મનીષભાઈ ગઢવીનો સમ્પર્ક કરી તેઓની મદદથી આ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પોલોસ વડા કરન રાજ વાઘેલા પોતે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. જિલ્લામાં પહેલી વાર તાલીમ વર્ગો શરૂ થતા યુવાનોમાં આનંદ જાેવા મળી રહ્યો છે અને પોલીસની કામગીરી બિરદાવી રહ્યા છે.બોટાદ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સરાહનીય કામગીરીથી યુવાધનમા ખુશીનો માહોલ છે. જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા ફ્રી તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. તેમજ સ્ટડી મટીરીયલ્સ પણ પુરુ પાડવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડા તેમજ અલગ અલગ તજજ્ઞો દ્વારા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કોઈપણ જગ્યાએ સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર યુવાનોને તૈયારીઓ માટે કોઈ ક્લાસ હતા નહીં. જેથી જિલ્લા પોલીસ વડા દ્વારા આ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવતા જિલ્લાના ૩૦૦ જેટલા યુવાનો આ તાલીમ વર્ગોનો લાભ રહી રહ્યા છે અને યુવાનોમાં આનંદ જાેવા મળી રહ્યો છે અને પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. સરકાર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૌયારી કરતા જિલ્લાના યુવાધનને પરીક્ષાની તૌયારીઓ માટે સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થીઓ સફળતાના શિખરો સર કરે તેવા હેતુથી બોટાદ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જિલ્લાના યુવાધન માટે એસપી કચેરી ખાતે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે જેમાં અંદાજીત ૩૦૦ જેટલા યુવાનો તાલીમ વર્ગનો લાભ લઈ રહ્યા છે અને યુવાનોમાં આનંદ જાેવા મળી રહ્યો છે પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.

File-02-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *