Gujarat

બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લો આદીવાસી  વસ્તી ધરાવતો જિલ્લો છે અહીં એસી ટકા આદિવાસીઓ વસવાટ કરે છે આજ રોજ  9 મી ઓગસ્ટે સમગ્ર ભારત માં વિશ્વ આદીવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેના ભાગ રૂપે આજ રોજ છોટાઉદપુર જિલ્લા સહિત બોડેલી માં પણ ધામધુમ થી વિશ્વ આદીવાસી દિવસ ની ઉજવણી કરાઇ રહી છે
           9 મી, ઓગષ્ટને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડે ઓફ ઇન્ડીજીનિયસ પીપલ્સ તરીકે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેથી 9 મી, ઓગષ્ટને સમગ્ર ભારતમાં પણ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આદિવાસી    બહુમૂલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં  વિશ્વ આદિવાસી દિવસ ઉજવવણી કરવામાં આવી હતી
         આજ રોજ બોડેલી ખાતે  આદિવાસી સમાજ દ્વારા  બોડેલી નગર માં  ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલીમા ખુબ મોટી સંખ્યામા નગર માં રહેતા અને ગ્રામીણ વિસ્તારના આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષા ધારણ કરી અને ડી.જે ટીમલીના તાલે આદિવાસી નૃત્ય કરી રેલી મા જોડાયા હતા
     આદીવાસીઓ ની રેલી નું બોડેલી ના મુસ્લીમ ધર્મગુરુઓ બિરાદરો દ્વારા  આદીવાસી આગેવાનો ને પુષ્પ ગુચ્છ તેમજ હાર પેહરવી અને રેલી માં જોડાયેલા આદીવાસી ઓ ને ઠંડુ પાણી તેમજ કોલ્ડ્રિંકસ પીવડાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ
બોડેલી નગરમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20220809113409.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *