ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે અને દેશને પ્રગતિના પંથ પર પહોંચાડવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં અનેક વિકાસને લાગતી કામગીરી કરવામાં આવી રહી છે આ વિકાસના કામો સરકારની વિવિધ યોજનાઓ છેવાળાના માનવી સુધી પહોંચી શકે તેના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે આ યાત્રા વિવિધ વિસ્તારમાં ફરીને છોટાઉદેપુર ખાતે પહોંચી હતી,જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત જાહેર સભાનું આયોજન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. ભગવાન બીરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રામાં ભારત સરકારના કેન્દ્ર મંત્રી ગેસ પેટ્રોલિયમ રોજગાર મંત્રી રામેશ્વર તેલી ઉપસ્થિત રહ્યા હતા, સાથે જાહેર સભામાં કેન્દ્ર મંત્રી દ્વારા આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા હતા, સાથે કેન્દ્ર મંત્રીની સાથે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તાબીબી શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર, ગુજરાત ભાજપા પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા પ્રમુખ હર્ષદભાઈ વસાવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રીઓ, આદિજાતિ નિગમના ડિરેક્ટર જશુભાઈ રાઠવા, ગુજરાત યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, તેમજ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


