સરકારી આયુર્વેદિક દવાખાનુ વડાલી દ્વારા જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી આયુર્વેદિક શાખા રાજકોટના આદેશ અને માર્ગદર્શન અનુસાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખીરસરામાં રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ 2022 ની ઉજવણી અંતર્ગત હર દિન હર ઘર આયુર્વેદિકથીમ અનુસાર આયુર્વેદક દિનચર્યા, આચાર રસાયણ, સ્વાસ્થ્ય જીવનશૈલી, માનસિક સ્વાસ્થ્ય વગેરે વિષયો અંગે વક્તવ્ય-સ્વાસ્થ્યવૃત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં છાત્રાલયમાં અભ્યાસ કરતા અંદાજિત 360 દીકરા દીકરીઓએ આરોગ્ય શિક્ષણ મેળવ્યું હતું. કાર્યક્રમના વક્તા આયુર્વેદ નિષ્ણાંત અને વડાલી દવાખાનાના મેડિકલ ઓફિસર ડો. સમીર ગઢીયાએ સેવા આપી હતી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો
અહેવાલ અતુલ લશ્કરી


