મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલમાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.કઠલાલ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની પડતર માગણીઓ માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જેમાં ખેડૂતોને દિવસે વીજ પાવર આપવો,રાસાયણિક ખાતરની તંગી દૂર કરવી,તાલુકામાં આવેલી દરેક નહેરોને પાણીથી ભરવી,નદી ઉપર બંધ બાંધવા,નહેર માં સંપાદન થયેલ જમીન ના પૈસા ખેડૂતને આપવા,ખેડૂતોને સુજલામ સુફલામ યોજના નો લાભ અપાવવો,આર્બિટ્રેશન ચાલુ કરવા બાબત,કેમિકલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું નહીં,પિઠાઈ પાસે આવેલા ટોલટેક્ષ રોડ ઉપર સર્વિસ રોડ બનાવવો,ભૂમાફિયાઓ દ્વારા જમીનની લે-વેચ બાબતે તકેદારી રાખવી,કઠલાલ માંથી પસાર થતી માઈનોર નહેરમાં નિયમિત પાણીનો પ્રવાહ આપવો જેવા ખેડૂતોના પડતર અનેક પ્રશ્નો સાથે કિસાન સંઘ દ્વારા એકત્રીત થઈ મામલતદાર કઠલાલને આવેદનપત્ર આપવામાં આવ્યું.


