Gujarat

સુત્રાપાડા બંદરના સરપંચ અને પટેલોએ બંદરમાં માસ્ક ફરજિયાત કર્યું

ગિરગઢડા
ભરત ગંગદેવ.
પ્રાચી તીર્થ…હાલ કોરોના ની ત્રીજી લહેર સમગ્ર દેશમાં ચાલુ છે.ગીર સોમનાથ જીલ્લામાં કોરોના ની ત્રીજી લહેરમાં ઘણા કેશો સામે આવ્યા છે.ત્યારે સુત્રાપાડા બંદરમાં આશરે ૫૦૦૦ વસ્તી ધરાવે છે.બંદરના નવનિયુક્ત સરપંચ અને બંદર તમામ પટેલોએ એક બેઠક બોલાવી અને આ બેઠકમાં નક્કી કર્યું કે કોરોના ની ત્રીજી લહેરના કારણે સુત્રાપાડા બંદરના લોકો સંક્રમિત ના થાઈ અને બંદરના લોકોથી સુત્રાપાડા શહેરના લોકો સંક્રમિત ના થાઈ જેને ધ્યાનમાં રાખી સમગ્ર બંદરના લોકોને માસ્ક ફરજિયાત પહેરવા માટે આદેશ જાહેર કરેલ છે.જેનો આજ થી અમર કરવાનો રહેશે. આવા નિર્ણય ના કારણે એક પહેલ કરી એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે.હવે સરકારી તંત્ર વહેલી તકે લોકોને માસ્ક ફરજિયાત કરે જેના કારણે સંક્રમણ થતું અટકે નહિતર આ વિસ્તારના લોકો જે પ્રમાણે ખુલ્લે આમ માસ્ક વગર ભીડભાડ માં ફરી રહ્યા છે જેને જોતાં કોરોના વિસ્ફોટ થવાની પુરેપુરી સંભાવનાઓ સેવાઇ રહી છે।

IMG-20220111-WA0640.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *