ભાવનગર
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલી કાપડની દુકાનમાં રાત્રે આગ લાગી હતી. આ આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતાં ફાયરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનવા અંગે ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ, ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલી ગવર્મેન્ટની કાપડવાળા નામની દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયરનો સ્ટાફ તેમજ પીજીવીસીએલનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને ફાયરબ્રિગેડના સ્ટાફે બે ગાડી પાણીનો મારો ચલાવી ૨ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ભરતનગર વિસ્તારમાં રાત્રે ચકુબેન કાપડવાળાની માલિકીની દુકાનમાં રાત્રે આગ લાગતાં દુકાનમાં રાખેલો સર સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેમાં રૂમાલ, આશીનિયા, ચાદર સહિતનો સમાન બળી ગયો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠાં થઇ ગયા હતા. જાે કે આગ લાગવાનું કારણે કે, નુકસાની જાણવા મળી ન હતી.


