Gujarat

ભાવનગર જિલ્લાના ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્રારા દીક્ષા વીધી કાર્યક્રમ યોજાયો

ભાવનગર
ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનુ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ખાતે દીક્ષા વીધી કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાની વિદ્યાર્થીઓ દ્રારા દીક્ષા વિધી લીધી હતી. શહેરના નિલમબાગ સર્કલ ખાતે આવેલ નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ખાતે દીક્ષા વીધી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ગાઈડ બહેનોને જિલ્લા ગાઈડ કમિશ્નર દર્શનાબેન ભટ્ટ અને જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટની વીશેષ ઉપસ્થિતિમાં સ્કાઉટ ગાઈડ પ્રાર્થનાના અને ઝંડાગીત કર્યા બાદ ધ્વજની સાક્ષીએ પ્રતિજ્ઞા લઈ ગાઈડ કમિશ્નર દ્વારા દીક્ષા આપવામાં આવી હતી. શિસ્ત, સેવા, સાહસ અને ચારિત્ર ધડતરના પાઠો સાથે સર્વાગી વિકાસની તાલીમ આપી એક ઉત્તમ નાગરીકનું ધડતર આ પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. આ પ્રસંગે શાળાના આચાર્ય રાજેશ્વરીબા દ્વારા ગાઈડ બહેનોને સ્કાર્ફ પહેરાવી સન્માનીત કરેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે નેતલબેન ગોડલીયા, કલ્યાણીબેન ત્રિવેદીએ ભારે જહેમત ઉઠાવી હતી.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *