અમદાવાદ
શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પને સાકાર કરવા અમથા ભગત અને જીબાબા ગૃહે, પુત્રરૂપે પ્રગટ થયા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી, વચનામૃતના આચાર્ય સદ્?ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા. સંવત ૧૯૨૩ની વૈશાખ વદ ચોથ, તારીખ ૨૨/૫/૧૯૬૭ ને પ્રાગટ્ય થયું અને પુત્રરત્નનું નામાભિધાન બહેચરભાઈ કર્યું. આપણા શ્રી બહેચરભાઈ તો સમગ્ર કારણ સત્સંગી ભાગને યાવતચંદ્રદિવાકરો મહેંકતો મઘમઘતો રાખવા માટે પધાર્યા છે. બાલ્યકાળથી જ ભક્તિમય જીવન જીવતાં અને બાળચેષ્ટા સામાન્ય જનોને ન સમજાય એવી અલૌકિક હતી. અભ્યાસમાં એમનું અસાધારણ કૌશલ્ય હતું અને ઉત્સુકતા પણ અનેરી હતી. કંઠ ઘેરો, દૃઢાવવાળો અને સ્પષ્ટ ઉચ્ચારવાળો હતો. તેથી ગામના સત્સંગીઓ રોજ સાંજની કથા તેમની પાસે જ કરાવતા. એ વક્તૃત્વ શક્તિ ભલભલાને આશ્ચર્યચકિત કરી દેતી હતી. એમની વાણી, વર્તનથી એટલું તો સમજતા હતા કે શ્રી બહેચરભાઈ આ લોકના માનવ નથી. એક સમયે અજાેડમૂર્તિ સમર્થ સદ્?ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા જેતલપુર જતા અસલાલી મંદિર પધાર્યા. એ જ અવસરે સદ્?ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા અને મહામુક્તરાજ શ્રી બેચરભાઈનું અદ્દભુત મિલન સર્જાયું. સંધ્યા આરતી બાદ કથાનો સમય થયો હતો. રોજ શ્રી બહેચરભાઈ કથા કરતા અને આજે પણ તેમણે કથા કરી. શ્રી બહેચરભાઈ વિનમ્રભાવે કથા કરતા રહ્યા ને સદ્?ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા ડોલતા રહ્યા. સર્વે સભાજનોએ કથારસની સાથે અદ્ભુત સ્નેહ મિલનનો આસ્વાદ માણ્યો. પછી શ્રી બચેરભાઈએ બાપાને પ્રાર્થના કરી, હે સદ્?ગુરુવર્ય! મારા પિતાશ્રી ખુબ બિમાર છે, તો આપશ્રી કૃપા કરી તેમને દર્શન દેવા અમારે ઘેર પધારો. સદ્?ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાએ સંવત ૧૯૪૬માં શ્રી બહેચરભાઈને ભાગવતી મહાદીક્ષા આપી “શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી” એવી શુભ નામ ધારણ કરાવ્યું. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી સ્વયં શ્રીજીસંકલ્પસ્વરૂપ હતા છતાં શિષ્ય તરીકેની અનુકરણીય સમજણ દર્શાવતા સદ્?ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાની સેવામય પ્રવૃત્ત થયા. ગુરુદેવ પ્રત્યેના અપાર પ્રેમભાવથી પ્રસન્ન રહેતા. તેઓશ્રી પારાવાર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી દિનરાત ગુરુદેવની સેવા કરતા. સાચા સેવકનું લક્ષણ છે કે તે માત્ર ભગવાન અને તેમના સત્પુરુષની સેવાને જ ઈચ્છે છે. સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીને સદ્?ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનો હાથ સોંપે છે. સદ્?ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાનો પોતાના અનુગામી સદ્?ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને આજ્ઞા કરી હતી, જે તમારે વર્ષો વર્ષ ઓછામાં ઓછું એક મહિનો તો કચ્છમાં જીવનપ્રાણ અબજી બાપાશ્રીનો સમાગમ કરવા અવશ્ય આવવું. તો એ આજ્ઞાને શિરોવંદ્ય કરતા. સદ્?ગુરુ સ્વામી સંવત ૧૯૮૪માં જીવનપ્રાણ બાપાશ્રી સ્વતંત્રપણે અંતર્ધાન થયા ત્યાં સુધી વર્ષમાં એકવાર જીવનપ્રાણ બાપાશ્રીનો સમાગમ કરવા વૃષપુર – કચ્છમાં અચૂક જતા, અને જે વર્ષે ન જવાય તો બીજે વર્ષ બે માસ માટે સમાગમ કરવા જતા. જીવનપ્રાણ બાપાશ્રી પ્રૌઢ પ્રતાપી હતા, જેમને સાચો ભાવ જાગે છે તેમણે કદાચ ભગવાનને તેમના સત્પુરુષનાં દર્શન ન કર્યાં હોય તો પણ ભગવાને કંઈનું કંઈ નિમિત્ત કરી તેને દર્શન દઈ ઓળખાણ કરાવી ધામમાં તેડી જાય છે, તેના માટે કપડવંજના ચુનીલાલ મોઢ વણિક ચુનીલાલને જીવનપ્રાણ બાપાશ્રી તથા સદગુરુ બાપા દિવ્ય તેજપુંજમાં દર્શન આપી અક્ષરધામમાં તેડી ગયા.


