Gujarat

મહીલા અને બાળવિકાસ વિભાગ, આઇ.સી.ડી.એસ નર્મદા તથા અદાણી ફાઉન્ડેશન ના સંયુક્ત પ્રયાસથી -પોષણ માસ ની ઉજવણી

દેશમાં સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી ખુબજ ધામધૂમથી કરવામાં
આવે છે. ગુજરાતવરાજય માં પણ મહીલા અને બાળવિકાસ વિભાગ, આઇ.સી.ડી.એસ
નર્મદા તથા અદાણી ફાઉન્ડેશન ના સંયુક્ત પ્રયાસથી -પોષણ માસ ની ઉજવણી ના ભાગ રૂપે સરકારી આયોજન ને સાંકળી ને રચનાત્મક અને વિવિધ પ્રકારની કામગરી ૫૬૨ જેટલા ગામોમાં કરવામાં આવશે. જિલ્લાના ૯૫૨ આંગણવાડી બહેનો અને ૨૧૫ સંગીની બહેનો ઉત્સાહભેર પોષણ માસની ઉજવણી સમુદાયના સહિયારા પ્રયાસથી
કરશે. સૌ પ્રથમ સંગીની બહેનો સાથે મીટીંગ તાલીમ અને આયોજન અને માસ દરમિયાન ની
કામગીરી ઉ૫૨ સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ગ્રામ્ય લેવલે હેલ્થ તથા
આઇ.સી.ડી.એસ વિભાગોના નર્સ, આશાબેન, આંગણવાડી બેન, તથા અદાણી
ફાઉન્ડેશનની ટીમ, સંગીની બહેનો દ્વારા સહીયારા પ્રયાસથી વિવિધ કામગીરી કરવામાં
આવશે. જેમાં ૧૦૦૦ દિવસનું મહત્વ, અતિ કુપોષિત બાળકોની ઓળખ, બાળકોનું સ્ક્રીનીંગ, ટી.એચ.આર નો ઉપયોગ અને આંગણવાડી ની સેવાઓઓ નો મહતમ લાભ બાલ સેવા કેન્દ્ર નો લાભ લેવા બહેનો સાથે પરામર્શ, માતાઓ સાથે બાળકના શારિરીક
માનસિક વિકાસ માટે યોગ્ય સમયગાળો અને ઉપરી આહાર ની સમજ, ઓ.આર.એસ બનાવતા શિખવવું, ધાન્ય રંગોલી થકી સ્થાનિક ઉપલબ્ધ ખોરાક નુ રોજિદા જીવન માં ઉપયોગ અને મહત્વ સમજાવવું, , સમુદાય સ્તરે જાગૃતિ લક્ષી કાર્યક્રમો, ગામ લેવલે
રેલી, કિશોરીઓ તથા સગર્ભા ધાત્રી બહેનો સાથે યોગા કાર્યક્રમો, વૃક્ષા રોપણ, પોષણ વાટીકા વિકસાવવા કે.વી.કે સાથે રહીને કીટ વિતરણ, આંગણવાડી માંથી મળતા ટી.એચ.આર નો ઉપયોગ કરીને લાભર્થી સાથે પોષણયુકત વાનગી બનાવતા શીખવવી, લોકલ ભાષામાં જ સંવાદ મટીરીયલ પણ તૈયાર કરી ને સમજ આપવી, મમતા દિવસનો
લાભ લેવા જેવા વિષયો ઉપર સઘન કામગીરી કરવામાં આવશે.
કિશોરીઓ સાથે અલગઅ લગ કામગીરી, સગર્ભા અને ધાત્રી બહેનો માં સગર્ભાવસ્થા
દરમિયાન અને પછીની કાળજી વિશે જાગૃતી લાવવી અને બાળક કુપોષણ તરફ જાય જ
નહી તે માટે ૧૦ સ્વીકારાયેલા પગલાનો અમલ કરાવવા ઘર મુલાકાત, અને જુથ ચર્ચા
સ્વચ્છતા જેવી આદતો ઉપર વિશેષ સમજ આપવામાં આવશે.
માસમાં ગામ લેવલે વિવિધ કાર્યક્રમોનું આયોજન દ્વારા સમાજમાં નિર્ણાયક ભૂમિકામાં
૨હેલ વર્ગને સંવેદનશીલ કરવા માટે અહમ ભૂમિકા નું મહત્વ સમજાવવામાં આવશે.જેથી
આવા વિષયમાં ગામ અને સમાજ ચિંતા કરે, અને કુટુંબના મહત્વના નિર્ણયોમાં જેવાકે
નાની ઉંમરે લગ્ન, વધુ બાળકો, માં તેમની ભાગીદારી વધારી શકાય એ ઉપર જાગૃતિ. .
નાના નાના પ્રયાસો થકી જ ટકાઉ પરિવર્તન લાવી શકાય છે. જેમાં સારવાર સાથે
કુપોષણ અટકાવવા અને સમુદાય સ્તરે જ નિવારણ લાવવા ઉપર વિશેષ ભાર મુક્વામાં
આવશે. . અને એક માસની ઉજવણી આ જીવન બની રહે તે હેતુ થી કુપોષણ મુક્ત
નર્મદા માટે અવિરત પ્રયાસ કરવામાં આવશે.

IMG-20220830-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *