લોકેશન : ખેડા મહુધા
રિપોર્ટર : નિસાર શેખ,મહુધા
મહુધા એપીએમસી ખાતે મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિહ મહિઙા ની ઉપસ્થિતિમાં ખેડૂતો ની મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના દરેક ખેડૂતોને પ્રશ્નને ધારાસભ્યશ્રીએ સાંભળ્યા હતા અને જે પણ ખેડૂતોના પ્રશ્નો છે તેને ઉકેલ લાવવા માટે પ્રયાસો કર્યા હતા ત્યારબાદ સંગઠન સાથે તોરણીયા મહી કેનાલ ની મુલાકાત પણ લેવામાં આવી હતી આ પ્રસંગે મહુધા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ,તાલુકા મહામંત્રી નરસિંહ ભોજાણી મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ,મહામંત્રી મધુભાઈ રબારી,જિલ્લા યુવા મોરચા મંત્રી કૃણાલ.અ.પટેલ,બક્ષીપંચ મોરચા પ્રમુખ સામંતસિંહ સોઢા,જિલ્લા કારોબારી સભ્ય સુનિલભાઈ તળપદા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જેતસિહ પરમાર,વિક્રમસિંહ રાઓલજી તેમજ ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા


