Gujarat

ગાંધીનગરમાં ઘરકામ કરવા આવેલ બે મહિલાઓ ૭.૭૫ લાખની લૂંટ ચલાવી ફરાર

ગાંધીનગર

ગાંધીનગરના સુઘડમાં રહેતા ઘર માલિકના ઘરે ૨૧ જૂનના તેમના ઘરે કામ કરવા આવતા બેન ૩ દિવસની રજા પર હતા. જેને પગલે તેઓએ પાડોશીને જાણ કરી હતી. જેથી તેઓના ઘરે અવાર-નવાર કામ માંગતા બે બહેનો વર્ષા અને લતા કાવ્યાબેનના ઘરે આવ્યા હતા. ૨૨ જૂનના તેઓ ઘરે કામ કરવા રાખ્યાં હતા, તેમની દીકરી સ્કૂલેથી આવતા તેમા સાસુ નીચે ગયા હતા. આ સમયે બંને બહેનોમાંથી એક લતા નામની કામવાળી કાવ્યાબેન પાસે આવીને વાત કરવા બેઠી હતી. આ સમયે વર્ષા નામની છોકરી બેડરૂમમાં પોતુ કરતી હતી. જે બાદ બંને કામ પતાવીને નીકળી ગઈ હતી, ૨૪ જૂનના રોજ કાવ્યાબેનને એક ફંક્શનમાં જવાનું હોવાથી તેઓએ ઘરેણા કાઢવા તિજાેરી ખોલી હતી. જેમાં લેધરબેગમાં પડેલા દાગીના ગૂમ હતા, જેને પગલે સમગ્ર મુદ્દે કાવ્યાબેને અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જાેકે કામ કરવા આવનાર યુવતીઓના નામ સિવાય ફરિયાદી પાસે કોઈ જ વિગતો નથી.ગાંધીનગરના સુઘડમાં સ્કાય ફોરેસ્ટ ખાતે ૭.૭૫ લાખના દાગીનાની ચોરીની ઘટના બની છે. ઘટના અંગે ઘર માલિક ઘરે કામ કરવા આવતી ૨ મહિલા સામે ચોરીની શંકા વ્યક્ત કરીને અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બંને કામવાળી ૨૦થી ૨૫ વર્ષની ઉંમરની પાતળા બાંધાની રંગે ઘઉવર્ણી હતી. બંનેએ એક જ દિવસ કામ કર્યા બાદ બીજા દિવસે આવી ન હતી અને એક દિવસના પૈસા પણ માંગ્યા ન હતા. જેને પગલે બંને કામવાળી યુવતીઓ પર શંકા સેવાઈ રહી છે.

2.-The-girl-fled-the-house-with-jewelery-worth-Rs-7.75-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *