Gujarat

માંગરોળ ખાતે એકતા ફાઉન્ડેશન દ્વારા ઇદ ઉલ અઝહા ની ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો

માંગરોળ ખાતે એકતા ફાઉન્ડેશન દ્વારા ઇદ ઉલ અઝહા ની ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો : ૧૦૩ દાતાઓ એ રક્તદાન કર્યું
માંગરોળ ના ઘાંચી સ્વંય સેવક સંઘ ખાતે એકતા ફાઉન્ડેશન અને શ્રીરામ બ્લડ બેંકના સંયુકત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ..
 માંગરોળ ખાતે માંગરોળ એકતા  ફાઉન્ડેશનના મિત્રો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરી બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું બસ્ટેશન પાસે આવેલ ઘાંચી સ્વંય સેવક સંઘ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૧૦૩ જેટલી બોટલનું રક્ત દાન કરવામાં આવ્યું હતું શ્રીરામ બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેટ કરી જરૂરિયાત મંદ લોકોને નિઃશુલ્ક આપવામાં આવે છે.
એકતા ફાઉન્ડેશન ના યુવાનો તહેવાર ત્યાગ અને બલિદાન નો તહેવાર  ઇદ ઉલ અઝહા ની ઉજવણી અંતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને દાતાઓ  મળી ૧૦૩ જેટલા લોકોએ પોતાના રક્તનું દાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં માંગરોળ નગરપાલિકા પ્રમુખ મોહમદ હુસેન ઝાલા, ઘાંચી સમાજ પ્રમુખ મુફતી હનીફ સાહબ જળા, નગર સ્વર રમેશભાઈ જોશી, બૈતુલમાલ પ્રમુખ હનીફ ભાઈ પટેલ, એમ એમ ઇ ડબ્લ્યુ હાઇસ્કૂલ ના આચાર્ય હારુન ભાઈ જેઠવા, ઉંમર ભાઈ રડીયા, લાખા સાહેબ, ભેદા સાહેબ, ડો. અયુબ બમ સહિતના અગ્રણી આગેવાનો ના હસ્તે રીબીન કાપી કાર્યક્રમન ની શરૂઆત કરવામાં આવેલી
બ્લડ કેમ્પના આ કાર્યક્રમમાં  શહેરના આગેવાનો, પાલિકા સદસ્યો, વેપારીઓ, પત્રકાર મિત્રો,શિક્ષકો ,સેવાભાવી યુવાનો સહિતના કાર્યકરો એ ખુબજ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને એકતા ફાઉન્ડેશન ની અનોખી પહેલ ને લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220703-WA0120.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *