Gujarat

માંગરોળ ગઈકાલના ટાવર પાસેના રાત્રે મારામારીના બનાવમાં એક યુવાન ને જાહેરમાં અંદાજે ૩ જેટલા લોકો દ્વારા પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે 

જાણવા મુજબ રફીક યુસુફ સિપાઈ ઉંમર વર્ષ ૩૪ રે, માંગરોળ વાળા
ને રાત્રે પાઇપ વડે જાહેર મા ઢોર માર મારતા ગંભીર ઇજાઓ ના લીઘે પ્રથમ માંગરોળ સરકારી હોસ્પિટલ લાવ્યા બાદ ત્યાંથી બહાર રીફર કરવામાં આવેલ હતો
જોકે રફીકની ફરિયાદ પ્રમાણે માંગરોળ પોલીસે ગુન્હો નોંધી સિકંદર સહિત અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યા હોવાનું જાણવા મળે છે આરોપી હજુ ઝડપાયા નથી ગુન્હેગારો ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
માંગરોળ પોલીસે આઇ પી સી ૩૨૪/ ૩૨૫ તેમજ જાનથીમારી નાખવાની ધમકી સહિત હથિયાર ઘારાના ભંગ બદલ નો ગુન્હો દાખલ કરી માંગરોળ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે ,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *