માંગરોળ ના સિંધી સમાજના સ્વ.વિશનદાસ રુપારેલ ના ધર્મપત્ની ધર્માબેન વિશનદાસ રુપારેલ ઉ.વ. ૮૨ તેઓ ચંદુભાઈ વિશનદાસ રૂપારેલ , રમેશભાઈ વિશનદાસ રુપારેલ, સુરેશભાઈ વિશનદાસ રુપારેલ ના માતૃ શ્રી નુ તારીખ ૧૫૭૨૦૨૨ ના શુક્રવાર રોજ દુઃખદ અવસાન થયેલ આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળા પથરાય તેવા હેતુથી સદગત ના ચક્ષુઓ નુ દાન કરવાનો નિર્ણય કર્યો હતો આથી જાયન્ટસ ગૃપ માંગરોલ ના પંકજભાઈ રાજપરા એ આરેણા સ્થિત શિવમ ચક્ષુદાન કેન્દ્ર ના સંચાલક નાથાભાઈ નંદાણીયા ને જાણ કરતા મૃતકના બંન્ને ચક્ષુઓ નુ દાન સ્વિકારી મુનિ સંત બાલાજી આઈ બેંક વેરાવળ ને મોકલી આપવામા આવ્યા છે રૂપારેલ પરિવારના આ વિચારને શિવમ ચક્ષુદાન કેન્દ્ર તથા જાયન્ટસ ગૃપ માંગરોળ બિરદાવે છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

