ખસ,માલણપુર,નાગનેશ,ધારપીપળા,અણીયાળી(કસ્બાતી),કેરીયા સહીતના ગામોમાં વીજ ચેકીંગ કરાયુ….
બોટાદ જીલ્લા PGVCL ના અધિક્ષક આર.જી.ગોવાણી ની સુચના તેમજ રાણપુર તાલુકા PGVCL ના ડેપ્યુટી ઈજનેર એચ.કે.ગડારાના માર્ગદર્શન હેઠળ PGVCL ની 20 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે રાણપુર તાલુકામાં વીજ ચેકીંગ હાથ ધર્યુ હતુ.ભાવનગર,સુરેન્દ્રનગર,અમરેલી,બોટાદ,ઉના અને મહુવાની કુલ 20 ટીમોએ રાણપુર તાલુકાના ખસ,માલણપુર,નાગનેશ,ધારપીપળા,અણીયાળી(કસ્બાતી),કેરીયા ગામમાં વીજ ચેકીંગ કર્યુ હતુ.250 વીજ કનેક્શન ચેક કરવામાં આવેલ જેમાંથી 50 કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ હતી અને કુલ 10 લાખ કરતા વધુ નો દંડ વીજચોરો ને ફટકારતા વીજચોરી કરતા તત્વો માં ભય ફેલાઈ ગયો હતો.જ્યારે આ બાબતે રાણપુર તાલુકા PGVCL ના ડેપ્યુટી ઈજનેર એચ.કે.ગડારા એ જણાવ્યુ હતુ કે રાણપુર તાલુકામાં વીજચોરી કરતા લોકો વીજચોરી બંધ કરી દે આગામી દીવસો માં પણ વીજચોરો ઉપર દરોડા પાડવામાં આવશે.અને કોઈપણ ને બક્ષવામાં નહી આવે…
રીપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
