Gujarat

સુરતમાં ધો.૯ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો

સુરત
સુરતમાં સચિન વિસ્તારમાં ધોરણ-૯નો વિદ્યાર્થી ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક ઉતકર્ષે પરિવાર સાથે બપોરનું ભોજન કર્યા બાદ બધા પોત પોતાના કામ પર ચાલી ગયા પછી આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આઈટીઆઈમાં અભ્યાસ કરતો ભાઈ ઘરે આવ્યા બાદ ઉતકર્ષે દરવાજાે ન ખોલતા પાછળની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરતા જ નાનો ભાઈ બારી સાથે ચાદર બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જયેશભાઇએ જણાવ્યું હતું કે, પિતા ઘનશ્યામભાઇ પાઠક સિક્યુરિટી સુપર વાઇઝર છે. બે પુત્રોમાં મોટો દીકરો ૈં્‌ૈંમાં અભ્યાસ કરે છે. નાનો ઉતકર્ષ ધોરણ-૯માં અભ્યાસ કરે છે. યુપીવાસીવાસી પરિવાર છે. પરિવાર દીકરાના આપઘાતના આઘાતમાં સરી પડ્યું છે. કોલેજથી ઘરે આવ્યો હતો. ઉતકર્ષ ઘરમાં જ હતો પણ દરવાજાે ખોલી રહ્યો ન હતો. આખરે હું પાછળની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરતા ઉતકર્ષ બારી સાથે ચાદર પર ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. આ જાેઈ હું હેબતાઈ ગયો હતો. માસીને બૂમાબૂમ કરી બોલાવી નોકરી પર ગયેલા માતા-પિતાને જાણ કરી હતી. ઉતકર્ષ અભ્યાસમાં સારો હતો. બપોરે શાળાએથી આવ્યા બાદ આખા પરિવારે સાથે બેસીને ભોજન કર્યું હતું. ત્યારબાદ પિતા કામ પર ચાલી ગયા હતા. હું કોલેજ જતો રહ્યો હતો. ઉતકર્ષ ઘરમાં એકલો જ હતો. પિતાનો લાડકો હતો. મિત્રો ક્રિકેટ રમવા એને ફોન કરતા હતા પરંતુ એ પહેલાં જ એનું મોત થયું હતું. ભાઈના આપઘાત પાછળ કોઈ કારણ જાણી શકાયું નથી. સચિન જીઆઈડીસી પોલીસ તપાસ કરી રહી છે.

The-student-choked.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *