(જીગ્નેશ પટેલ દ્વારા)
સ્વામીનારાયણ મંદિર તથા પુષ્ટિ હવેલીઓમાં નવાં વર્ષના પ્રથમ દિવસ એટલે કારતક સુદી-1 ના દિવસે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીને 56 ભોગ ધરાવાય છે જેને અન્નકૂટ કહે છે.
આ અન્નકૂટ-છપ્પનભોગની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ જયારે 7 વર્ષના હતા ત્યારે ઈન્દ્રદેવના વરસાદી કોપથી ગોકુળવાસીઓને ઉગારવા કૃષ્ણે ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉંચકી તેની નીચે ગોકુળવાસીઓ તેમજ ગાયો, વાછરડાઓને આશ્રય આપ્યો હતો.આની પુર્વે શ્રી ગોવર્ધનનાથજીને 56 ભોગ-અન્નકૂટ ધરવામાં આવ્યો હતો ત્યારથી આ પરંપરા પાંચ હજાર વર્ષથી અખંડ ચાલી આવે છે.
તેના અનુસંધાને માણાવદરના યાત્રાધામ એવા શ્રી સ્વામીનારાયણ મંદિરે દેવદિવાળીના દિવસે 4થી નવેમ્બરના રોજ શ્રી ગોવર્ધનનાથજીને 56 ભોગ- અન્નકૂટ દર્શન સાંજના 7 વાગ્યા સુધી એટલે બપોરના બારથી સાંજના સાત સુધી આ દર્શન ખુલ્લાં રહેશે.
અન્નકૂટ અને છપ્પનભોગનો પ્રસાદ આપણા પામર શરીરની શુદ્ધિ કરે છે. આ ભોગ કારતક સુદી-1ના દિવસે પ્રતિ વરસે ધરાવાતો હતો. પરંતુ આ વરસે 30 (અમાસ)ના દિવસે સૂર્યગ્રહણ હોવાથી આ ભોગ કારતક સુદી-11 (દેવદિવાળી)ના દિવસે ધરાવાનું મંદિર તરફથી આયોજન થયું છે. આ સમયે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીનાં દર્શનનો કાર્યક્રમ પણ મુકરર કરવામાં આવ્યો છે. એમ મંદિરના કોઠારી સ્વામી શ્રી મોહનપ્રકાશદાસજીની યાદીમાં જણાવાયું છે.
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

