(જીગ્નેશ પટેલ દ્વારા)
માણાવદર પટેલ ચોક વિસ્તારમાં આવેલ પટેલ સમાજ ખાતે ગુજરાત સરકાર PMJAY-MA કાર્ડ વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા મધ્યમ વર્ગના દરેક કુટુંબ ને ચાર લાખથી ઓછી આવક ધરાવતા પરિવાર દીઠ રૂ.૫,૦૦.૦૦ સુધીનું આરોગ્ય વીમો આપવામાં આવે PMJAY-MA કાર્ડમાં કેન્સર, હાર્ડ જેવી અનેક બીમારી વાળા દર્દી સારવાર સહેલાઇથી લઈ શકે તે માટે સરકાર દ્વારા PMJAY-MA કાર્ડ વિસ્તરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન પીએમ અને સીએમનો ટુવે કોમ્યુનિકેશન દ્વારા લાઈવ પ્રોગ્રામ લાભાર્થીઓએ નિહાળ્યો હતો તેમજ આ કાર્યક્રમ દરમિયાન ચા પાણી તેમજ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી
આ કાર્યક્રમમાં ઉપસ્થીત જુનાગઢના એપીડેમિક મેડિકલ ઓફિસર ડો. લાખાણી સાહેબ પણાવદર નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ગોર, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ જયેશભાઈ ડાંગર, અગ્રણી ઉદ્યોગપતિ નારણભાઈ સોલંકી, હરસુખભાઈ સુરેજા, વિઠ્ઠલભાઈ મોરડીયા, ભાજપ અગ્રણી હરસુખભાઈ ગરાળા સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ લાભાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા
આ કાર્યક્રમને સફળ બનાવવા માણાવદર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર સુહાગ ભાલોડીયા, ડો. કાસુન્દ્રા તથા રાજસીભાઈ બોરખતરીયા તથા અનિલ અઘેરા તેમજ આરોગ્યના તમામ કર્મચારીઓએ ભારે જેહમત ઉઠાવી આ કાર્યક્રમને જબરદસ્ત સફળતા અપાવી હતી
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


