Gujarat

મોરબીમાં લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યાની રાવ

મોરબી
મોરબીના બેઠા પુલ નીચે રેકડીમાં લીલા ચણા વેચતો એક શખ્સ બાજુમાં નીકળતી ગટરમાંથી પાણી ભરી લીલા ચણા ધોઇ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કેટલા દિવસ જૂનો છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. મોરબીમાં લોકોના આરોગ્યની સાથે ચેડા કરી લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. તંત્ર દ્વારા આ વાયરલ વીડિયોની ખરાઇ કરી તાકીદે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ મોરબીવાસીઓએ ઉઠાવી છે. મોરબી આરોગ્ય વિભાગના લોકોએ આ અંગે જણાવ્યું હતું કે, “અમને આ વાયરલ વિડીયોની કોઇ જાણકારી નથી. છતાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું.”મોરબીમાં લોકોના આરોગ્યની સાથે ચેડા કરી ખુલ્લેઆમ લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી છે. જેમાં મોરબીમાં ગટરના પાણીથી લીલા ચણા ધોઇ બેફામ રીતે વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

Gutter-water-is-getting-ready-for-sale.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *