ગાંધીનગર
મુંબઈ સ્થિત યસ બેંકના ચીફ વિજીલન્સ ઓફિસર સંદીપ મહેરાએ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૧૭માં ર્ષ્ઠટ શ્ ૌહખ્ત ગ્રુપની ઈટ્ઠડીીર્ખ્ત ર્હી ંટ્ઠિદૃીઙ્મજ શ્ ર્ંેજિ ઙ્મૈદ્બૈંીઙ્ઘ દ્વારા લોનની માંગણી કરાતાં બેંક સાથે સંબંધો પ્રસ્થાપિત થયા હતા. બાદમાં ર્ષ્ઠટ શ્ ૌહખ્ત ગ્રુપની પેટા કંપની ॅિર્દ્બીંર્રટ્ઠહ ીહંીિॅિૈજી ઙ્મૈદ્બૈંીઙ્ઘ(ઁઈન્) ને પણ લોનની જરૃર પડતાં યસ બેંકે ૧૪૦૦ કરોડ (ેજઙ્ઘ ૧૮૭દ્બદ્બ) વર્ષ – ૨૦૧૮ માં મંજૂર કર્યા હતા. આ લોનમાંથી યુએસડી ૩૦ એમએમ નવેમ્બર ૨૦૧૮ માં અબુ ધાબી કોમર્શિયલ બેંક કે જે હાલ યુએઇ સ્થિતિ છે. તેને વેચવામાં આવી હતી. આ લોન એક વિદેશી કંપનીને આપવાની હોવાથી યસ બેંકની ગિફ્ટ સિટી ગાંધીનગર આવેલી ઈન્ટરનેશનલ ફાયનાન્સ સર્વિસ સેન્ટર ખાતે બુક કરવામાં આવી હતી. બાદમાં પીઇએલ ને તા. ૧૫/૩/૨૦૧૮ ના રોજ ૧૮૫ એમએમ જીબીપી લોન એક્સિસ બેંક હોંગ કોંગના એકાઉન્ટમાં અપાઈ હતી. જેનાં કરાર મુજબ વ્યાજ મુદલ ત્રણ મહિને લોન એકાઉન્ટમાં જમા થતું હતું. બાદમાં આરબીઆઇની ગાઈડ લાઈન મુજબ પીઇએલ દ્વારા પૈસા નહીં ચૂકવવામાં આવતા તેનું એકાઉન્ટ એનપીએ જાહેર કરવામાં આવ્યું હતું. અને બેંક દ્વારા પીઇએલ કંપની ઉપર લંડનમાં ટ્ઠઙ્ઘદ્બૈહૈજંટ્ઠિંૈદૃીની નિમણૂક કરી યુકે કોર્ટના હુકમ મુજબ કંપનીના રેકોર્ડ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં પીઇએલ દ્વારા આપવામાં આવેલા વર્ષ ૨૦૧૭-૨૦૧૮ અને ૨૦૧૮ – ૨૦૧૯ ના વાર્ષિક રિપૉર્ટ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય પીઇએલ દ્વારા લોનની પૂર્વ ચૂકવણી માટે જે એજ્યુકેશન બિઝનેસનું વેચાણ કરાયું હતું. તેમાંથી થયેલી આવક ઉપર સૌ પ્રથમ યસ બેંકનો હક હોવા છતાં નાણા અન્ય જગ્યાએ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા. જેથી બેંકે પીઇએલ ના એકાઉન્ટને રેડ ફ્લેગ એકાઉન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અને આરબીઆઇએ પણ એજ રીતે પીઇએલ ના એકાઉન્ટને રેડ ફ્લૅગ જાહેર કર્યું હતું. આમ બેંક સાથે આયોજન પૂર્વક ૧૧૦૮ કરોડની છેતરપિંડી આચરવામાં આવતા ર્ઝ્રટ શ્ ૌહખ્ત ના મૂળભૂત ડાયરેક્ટ / કર્મચારી અજય અજીત પીટર કેલકર, એન્થની બૂટક મેરીક ગુડ અને અભિષેક ગોયેન્કા સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ પોલીસ મથકમાં આઇપીસી કલમ ૪૦૬,૪૦૯,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૭એ,૧૨૦ બી અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.વિશ્વ પ્રસિદ્ધ ર્ષ્ઠટશ્ૌહખ્ત કંપનીના મૂળભૂત ડાયરેક્ટર દ્વારા પેટા કંપનીના નામે ૧૧૦૮ કરોડની લોન લઈને યસ બેંકમાં કંપનીના ખોટા વાર્ષિક અહેવાલો રજૂ કરીને સુવ્યવસ્થિત કાવતરૂ રચી બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે યસ બેંકના ચીફ વિજીલન્સ ઓફિસર દ્વારા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
