Gujarat

યુજીવીસીએલના એમડી કે.એસ. રંધાવાને સસ્પેન્ડ કરાયા

ગાંધીનગર
ગુજરાત સરકારમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના એમડી તરીકે ફરજ બજાવતા ૧૯૯૨ બેચના આઇએફએસ અધિકારી કે એસ રંધાવાને સસ્પેન્ડ કરી દેવાયા છે. કૃષિ વિભાગના નિગમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં તેઓ મેનેજિંગ ડિરેક્ટર પદે હતા ત્યારે તેમણે આચરેલી ગેરરીતિઓને કારણે સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું વન વિભાગના આ સસ્પેન્શન ઓર્ડરમાં જણાવાયું છે. ગુજરાત સરકારની કોમ્પ્રિહેન્સિવ એગ્રિકલ્ચર બિઝનેસ પોલિસીના ૨૦૧૬થી ૨૦૨૧ સુધીના પાંચ વર્ષના સમયગાળામાં ઉદ્યોગોને ૩૩૭ કરોડની સરકારી નાણાંની ફાળવણી છતાં ઘણાં ઉદ્યોગોને આ ફાળવણી સામે અસંતોષ હતો. આ ઓર્ડરમાં જણાવ્યા મુજબ રંધાવાએ આ પોલિસીના અમલીકરણ માટે જરૂરી વહેલાં તે પહેલાના ધોરણનો અમલ કરવાને બદલે પાછળથી અરજી કરનારાં કેટલાંક લોકોને પોલિસીના લાભ આપી દીધાં હતાં. આને કારણે સરકારને ૫૪૦ કરોડની વિત્તીય જવાબદારીનું ભારણ સહન કરવું પડ્યું હતું. તેમણે સરકારને ૨૦૦ કરોડથી વધુનો ચૂનો ચોપડાવી દીધો હોવાનું સૂત્રો જણાવે છે.

UGVCL.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *