Gujarat

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ દરમ્યાન યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ દરમ્યાન યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારત પરત લાવવા માટે વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય *શ્રી નરેન્દ્રભાઈ મોદી* સરકાર દ્વારા ચાલી રહેલ *મિશનગંગા* દ્વારા અમરેલી લાઠી રોડ, વાત્સલ્ય સોસાયટીના *શ્રી ઋત્વિજસિંહ વિજયસિંહ પરમાર* વતન પરત આવતા અમરેલી જિલ્લા ભાજપ પરિવાર વતી સન્માનિત કરી આવકાર્યા હતા.
આ તકે શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, અમરેલી ન. પા. કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવા, જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ વેકરિયા, ભાજપ અગ્રણી શ્રી ચંદુભાઈ રામાણી, આઈ ટી કન્વીનર શ્રી રાકેશ નાકરાણી, શહેર ભાજપ મહામંત્રી શ્રી ભરતભાઈ મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *