સુરત
સુરતના સરથાણા વિસ્તારમાં શ્યામ ધામ મંદિરની પાછળ આવેલા રિવર લક્ઝુરીયામાં રહેતા નિકુંજ રમેશભાઈ કાથરોટીયાએ એવું તેને છેડતી કરી હતી. સરથાણા વિસ્તારમાં આવેલા મારુતિ ધામ રો હાઉસ તથા રીવર લક્ઝરીયામાં જાહેરમાં તેઓ તેને છેડતી કરવામાં આવી હતી. લગભગ સાતેક મહિનાથી તેની નિકુંજ દ્વારા છેડતી કરવામાં આવતી હતી.સાથે જ ફોન નહીં કરે તો માર મારવાની ધમકી આપતો અને જાહેરમાં કપડાં ખેંચીને ખરાબ માંગ કરતો હતો. નિકુંજ કાથરોટીયા તેની અવારનવાર છેડતી કરતો અને જાહેરમાં યુવતીને નિવસ્ત્ર કરવી હોય તે રીતે કપડાં ખેંચતો હતો. છેડતી કરીને નિકુંજ નાસી જતો હતો. જાે કે યુવતીએ હિંમત કરીને પરિવારને જાણ કરી હતી. જેથી પરિવાર પણ તેને સાથ આપતા આખરે નિકુંજ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. જેના કારણે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં યુવતીની યુવકે જાહેરમાં છેડતી કરી હતી.’ ફોન નહીં કરે તો જાનથી મારી નાખીશ’ કહી યુવકે યુવતીના કપડા ખેંચી માર માર્યો હતો. તથા બિભત્સ માગ કરી હતી. જેથી યુવતીએ પોતાના પરિવારને જાણ કરતા પરિવાર સાથે મળીને આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


