Gujarat

રાજકોટમાં પીજીવીસીએલની ૪૪ ટીમો દ્વારા ચેકીંગ ડ્રાઈવ શરૂ કરી

રાજકોટ
રાજકોટ શહેરના ડિવિઝન ૩ હેઠળ પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૦થી વધુ વિસ્તારોમાં ૪૪ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વાવડી, ખોખડદળ, રૈયારોડ અને માધાપર સબ ડિવિઝનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં સીતારામ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, કૈલાશપાર્ક, સોમનાથ સોસાયટી, તિરુપતિ સોસાયટી, ગણેશ સોસાયટી, પરાશરપાર્ક, વોરા સોસાયટી, રૈયાધાર, આરએમસી ક્વાર્ટર્સ, ગોપાલ સોસાયટી વગેરે સમાવેશ થાય છે. બોટાદ ડીવીઝન હેઠળના બોટાદ ટાઉન-૨ સબ ડીવીઝનના વીજ ગ્રાહક ઇન્દુલાલ એન. પટેલ ના કારખાનાનું વીજ જાેડાણ ચકાસતા કુલ ૮૧.૦૭ કે કેડબ્લ્યુ લોડ જાેડેલ હતો. જેની ચકાસણી કરતાં મીટર પેટી ઉપરના સીલ સાથે ચેડા જણાયેલ અને ટર્મિનલ કવરનું સીલ હયાત ન હતું. આ મીટર તા.૨૨-૦૪-૨૦૨૨ના રોજ મીટર ટેસ્ટીંગ લેબમાં ગ્રાહકની હાજરીમાં વિશેષ ખરાઈ કરતાં મીટર સાથે ચેડા કરવામાં આવેલ હોવાની જાણ થતા પીજીવીસીએલ દ્વારા ગ્રાહકને અંદાજે રૂ.૯૩ લાખનું વીજ ચોરીનું પુરવણી બીલ આપવામાં આવેલ છે. જયારે માંગરોળ ડીવીઝન હેઠળના ચોરવાડ સબ ડીવીઝનના વિસ્તારમાં વીજ ગ્રાહક માલદે મેરામણ કાતરિયાના ફ્લોર મિલ/ધંટીના વીજ જાેડાણની તા.૨૩-૦૪-૨૦૨૨ના રોજ તપાસણી કરતાં કુલ ૬.૪૧ કેડબ્લ્યુ લોડ જાેડવામાં આવેલ. આ વીજ જાેડાણ પાસે આવેલ એલ.ટી. પોલ ઉપરથી વધારાનો કેબલ લગાડી સીધો વીજ વપરાશ સાથે જાેડી મીટર બાયપાસ કરી વીજચોરી કરતાં રંગે હાથે પકડાઈ ગયેલ. પીજીવીસીએલ દ્વારા ગ્રાહકને આશરે રૂ.૫ લાખનું વીજ ચોરીનું પુરવણી બીલ ફટકારવામાં આવ્યું હતું પીજીવીસીએલ દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં ફક્ત માર્ચ-૨૨ એક જ મહિનામાં ૨૫૦૧ કરોડની આવક મેળવી રેકોર્ડબ્રેક કલેક્શન કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલ દ્વારા નાણાંકીય વર્ષમાં કુલ ૧૯૩૨૧.૧૨ કરોડની આવક કરવામાં આવી હતી.રાજકોટમાં વીજચોરી ઝડપી લેવા માટે પીજીવીસીએલની અલગ અલગ ૪૪ ટીમો ઉતારી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ રાજકોટ સીટી ડિવિઝન ૩ હેઠળ પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

Power-theft-checking.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *