Gujarat

રાજકોટ રેલ્વે સ્ટેશનના નામ સાથે પોતાનું, પેઢીનું કે કંપનીનું નામ જાેડી શકશો

રાજકોટ
ભારતીય રેલવે દ્વારા એક તરફ ખાનગી ટ્રેનો દોડાવવાનું શરુ કર્યું છે અને રેલવેની અનેક સેવાઓનું પણ ખાનગીકરણ થઇ રહ્યું છે તે વચ્ચે રેલવેએ પોતાના ભાડા સિવાયની આવક વધારવા હવે રેલવે સ્ટેશનમાં કો-બ્રાન્ડીંગ નીતિ અપનાવવાનો ર્નિણય લીધો છે એટલે કે સ્ટેશનના જે તે ગામ કે શહેર સાથે જાેડાયેલ નામ છે તેની સાથે કોઇપણ કંપની કે પેઢી અથવા વ્યક્તિ પોતાનું નામ પણ તેમાં ઉમેરી શકશે અને લોગો પણ લગાવી શકશે.રાજકોટ રેલવે ડીવીઝનના સીનીયર ડીએમસી શ્રી અભિનવ જૈને આ અંગે માહિતી આપતા જણાવ્યું કે રેલવેનો કો-બ્રાન્ડીંગનો ઉદેશ ભાડા સિવાયની આવક મેળવવાનો છે જેમાં લાયસન્સ ધારક એટલે કે બીડમાં જે સૌથી ઉંચી કિંમત ચૂકવે તે ચોક્કસ સમયમાટે પોતાનું કે કંપનીનું નામ સ્ટેશનની આગળ અને પાછળના જે બોર્ડ હોય છે તેની સાથે જાેડી શકશે. નામ ઉમેરવા માટે તે બે શબ્દોનું જ હોવું અનિવાર્ય છે. જાે કે રેલવે ટીકીટ, પબ્લીક ઇર્ન્‌ફોમેશન સિસ્ટમ, વેબસાઈટ, રુટ, મેપ કે રેલવે ડીસ્પ્લેમાં કો-બ્રાન્ડીંગની મંજુરી નથી ફક્ત રેલવે સ્ટેશનમાં જે તે સ્ટેશનના નામ દર્શાવાયા હોય ત્યાં જ આ પ્રકારે કો-બ્રાન્ડીંગની મંજુરી આપશે. આ માટેની વધુ માહિતી ુુુ.ૈહઙ્ઘૈટ્ઠહટ્ઠિૈઙ્મુટ્ઠઅજ.ર્ખ્તદૃ.ૈહ પર ઉપલબ્ધ છે. સ્ટેશન બિલ્ડીંગ વિસ્તારમાં જ્યાં જ્યાં રેલવે સ્ટેશનનું નામ પ્રદર્શિત થતું હશે ત્યાં આ પ્રકારના કો-બ્રાન્ડીંગને મંજૂરી અપાશે. આ પ્રકારની એજન્સીઓમાં જાહેરાત એજન્સીઓ ભાગ લઇ શકશે નહીં પરંતુ સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ ભાગ લઇ શકશે. આ કો-બ્રાન્ડીંગની સમય ૧ થી ૩ વર્ષનો હશે મતલબ કે રેલવે સ્ટેશન હવે ભવિષ્યમાં કોઇપણ કંપનીના નામ સાથે જાેડાઈ શકશે.જેમ કે મુંબઈમાં ટાટા,મુંબઈ સેન્ટ્રલ નામ આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *