Gujarat

રાજકોટ સિટી બસમાં ક્ષતિ બદલ ૩ એજન્સીને રૂા. ૧.૪૨ લાખનો દંડ ફટકારાયો

રાજકોટ
રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સીટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર ૨ કંડકટર ફરજમુક્ત, ૫ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ અલગ અલગ કામ કરતી ૩ એજન્સીને રૂા.૧.૪૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જયારે ટીકીટ વગર પકડાયેલા ૧ મુસાફર પાસેથી વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા. ૨૧-૨થી તા.૨૭-૨ સુધીમાં ૧,૧૩,૩૦૦ કિ.મી. ચાલેલી સિટી બસમાં ૨.૦૬ લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ ૩,૬૦૦ કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને ૧.૨૬ લાખનો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રુા. ૧૫,૮૦૦ ની પેનલ્ટી કરાઈ છે સિટી બસમાં સિક્યુરીટી સંભાળતી નેશનલ સર્વિસને રુા. ૭૦૦ની પેનલ્ટી કરાઈ છે તો બસમાં ટીકીટ વગર ૧ મુસાફર પકડાતા રુા.૧૧૦નો દંડ લેવાયો છે. આ જ રીતે બીઆરટીએસ રુટ પર દોડતી ૧૮ ઇલે. બસમાં અઠવાડિયામાં ૧.૪૪ લાખ મુસાફરોએ લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *