Gujarat

ટીંબી ગામમાં બસ અંદર ન આવતા નેશનલ હાઈવે પર ચક્કાજામ કરાયો

અમરેલી
જાફરાબાદ તાલુકાના ટીંબી ગ્રામજનો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર આવી ગયા અને વાહનો અટવાય પડ્યા હતા. અહીં ૭ જેટલી એસ.ટી બસો ઉભી રખાવી ચક્કાજામ કર્યો હતો. અહીં ચકાજામ થતા થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો આ ઘટના બાદ નાગેશ્રી પોલીસ પણ ઘટના સ્થળે દોડી હતી અને લોકો મોટી સંખ્યામાં એકઠા થતા પોલીસ દ્વારા મામલો થાળે પાડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. ચક્કાજામ બાદ એસટી વિભાગના અધિકારીઓ દોડ્યાએસ.ટી.વિભાગના અધિકારી ઓ ઘટના સ્થળે દોડ્યા હતા અને ગ્રામજનો તેમની માંગ ઉપર અડગ જાેવા મળ્યા હતા. જ્યારે એસ.ટી.વિભાગ દ્વારા ખાત્રી આપવામાં આવી કે બસો અહીં ગામમાં પ્રવેશી એસ.ટી.વિભાગ જશે ત્યાર બાદ મામલો આખો થાળે પડ્યો હતો અને મહામુસીબતે ટ્રાફિક હળવો થયો હતો. પરંતુ થોડીવાર માટે ગ્રામજનો દ્વારા એસ.ટી.સામે વિરોધ પ્રદશન કર્યું હતું.અમરેલી જિલ્લામાં આવેલ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે નજીક આવેલુ ટીંબી ગામ જાફરાબાદ તાલુકાનું સૌથી મોટુ ગામ છે. અહીંથી વિધાર્થીઓ સહિત કેટલાય મુસાફરો અવર જવર છે. પરંતુ ગામ નજીક બાયપાસથી એસ.ટી.બસ પસાર થવાના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા હતા. આ મુદ્દે ગ્રામજનો ગ્રામપંચાયત સરપંચ વેપારી એસોસિએશન સહિત લોકો દ્વારા રજૂઆતો કરાતી હતી. તેમ છતાં એસ.ટી.વિભાગ દ્વારા કોઈ હકારાત્મક અભિગમ નહિ દર્શાવતા આજે રોષ જાેવા મળ્યો હતો.

Chakkajam-due-to-trucks.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *