Gujarat

રાણપુર પાસે કેનાલમાંથી યુવક નો કોહવાય ગયેલી હલતમાં મૃતદેહ મળ્યો,પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો..

મૃતદેહ મીણાપુર ગામના યુવક નું હોવાનુ તપાસમાં આવ્યુ બહાર,યુવક 23 દિવસથી હતો ગુમ…
બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ કેરીયા-ધારપીપળા વચ્ચે નર્મદા કેનલમાંથી યુવક નો કોહવાય ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયેલ હતી.જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.કેનાલમાંથી મળેલ મૃતદેહ કોહવાય ગયેલી હાલતમાં હોય જેને કારણે મૃતક યુવક ની ઓળખાણ શક્ય ન હોય જેથી પોલીસે મૃતદેહ કેનાલ બહાર કાઢી રાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યા મૃતકની ઓળખ શક્ય નહી બનતા રાણપુર પોલીસના અશોકભાઈ ઝાપડીયા,રમઝાનભાઈ કોઢીયા,સુરેશભાઈ બાવળીયા સહીતના પોલીસ સ્ટાફે યુવકના મૃતદેહને ફોરેન્સીક પી.એમ.માટે ભાવનગર લઈ ગયેલ જ્યા ફોરેન્સીક રીપોર્ટ બાદ જાણવા મળેલ કે આ મૃતક યુવક ચુડા તાલુકાના મીણાપુર ગામનો છે અને તેનુ નામ વિઠ્ઠલભાઈ રાયસંગભાઈ(ઉંમર-34) છે અને આ યુવક છેલ્લા 23 દિવસથી ગુમ થયેલ હતો અને અગાઉ આ યુવકના ચંપલ,બાઈક અને મોબાઈલ નર્મદા કેનાલ કાંઠેથી મળેલ હતા પોલીસે આ યુવકની વાલી વારસાની ઓળખ કરી તેઓના પરીવારજનોને મૃતદેહ સોપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20221003-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *