જૂનાગઢ શહેર તથા ગ્રામ્યની મામલતદાર કચેરી જન સેવામાં સમર્પિત છે. આ કચેરીના જન સુવિધા કેન્દ્રમાં લોકોને રેશનકાર્ડ, નોન ક્રિમિ લેયર, વારસાઇ, સિનિયર સિટિઝન પ્રમાણપત્ર સહિતની ૨૨ જાતની સેવાનો લાભ એક જગ્યાએથી મળી રહે છે. જન સેવા કેન્દ્રની સેવાથી સંતોષ વ્યકત હરેશ પટેલ નામના લાભાર્થીએ કહ્યું કે, મને જૂનાગઢની માલતદાર કચેરીના જન સુવિધા કેન્દ્ર ઉપરથી ઝડપથી આવકના દાખલા કાઢી આપવામાં આવ્યો છે. અહીંના સેવાથી મને સંતોષ છે.
કલેકટર શ્રી રચિત રાજ અને પ્રાંત અધિકારીશ્રી ભૂમિ કેશવાલના માર્ગદર્શન હેઠળ જન સેવા આરોગ્ય સુચારૂ રીતે કામગીરી ચાલી રહી છે. ઇન્ચાર્જ માલતદારશ્રી તેજશ જોષી દ્વારા અપાયેલી માહિતી અનુસાર જૂનાગઢ શહેર મામલતદાર કચેરીના જન સુવિધા કેન્દ્રમાં છેલ્લાં છ માસ (તા.૧.૧.૨૨ થી ૨૧.૭.૨૨) દરમિયાનમાં થયેલી કામગીરી જોઇએ તો આવકના દાખલા ૧૦૭૫૦, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્ર ૧૫૩, વારસાઇ પ્રમાણપત્ર ૧૯, ઉંમર અધિવાસ પ્રમાણપત્ર ૧૬૭, સિનિયર સિટિઝન પ્રમાણપત્ર ૩૮૧, વિધવા હોવાના પ્રમાણપત્ર ૩૮૧, ગુજરાત સરકારના નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર ૨૬૬૭ અને ભારત સરકારના ૪૪૫ લોકોને પ્રમાણપત્રો, આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર ૯૨૪, ભારત સરકારના આર્થિક અને મિલકતથી પછાત વર્ગના પ્રમાણપત્રો ૨૩૪, આંગળવાડી/તેડાગરની ભરતી સંદર્ભે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર ૯૪૦, ભારત સરકારના જ્ઞાતિ એસસીનો દાખલો ૮૧ લોકોને અપાયા હતા. જ્યારે આવક અંગેનું સોગંધનામા ૧૦૬૬, વિધવા અંગનું સોગંધનામા ૩૫૭, અન્ય સોગંધનામા ૨૮૦૨ કરાયા હતા. જ્યારે ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એઇજ પેન્શન યોજના અને વય વંદના યોજના અન્વયે ૧૪૫, નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના અન્વયે ૧૦૦૫ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. રેશનકાર્ડમાં ૯૬ લોકોના નામ કમી કરવામાં આવ્યા હતા. જયારે ૨૬ લોકોના નામ સુધારવામાં આવ્યા હતા.
માલતદારશ્રી તન્વી ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ગ્રામ્યની મામલતદાર કચેરીના જન સુવિધા કેન્દ્ર સુચારૂ રીતે કાર્યરત છે. નાયબ મામલતદાર શ્રી અમિત મુંજપરાએ આ કેન્દ્રની છેલ્લાં છ માસ (તા.૧.૧.૨૨ થી ૨૧.૭.૨૨) દરમિયાનમાં થયેલી કામગીરીની માહિતી આપી હતી. જે મુજબ આવકના દાખલા ૫૯૦, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના પ્રમાણપત્ર ૩૫૧, ઉંમર અધિવાસ પ્રમાણપત્ર ૨૮, સિનિયર સિટિઝન પ્રમાણપત્ર ૯, નોન ક્રિમિ લેયર ગુજરાત સરકારના પ્રમાણપત્ર ૩૧૨ અને ભારત સરકારના ૪૨ લોકોને પ્રમાણપત્રો, સોગંધનામા ૧૧૩, સોલવંસી પ્રમાણપત્ર ૩૧, રેશનકાર્ડમાં ૮3૬ લોકોના નામ કમી કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૩૯ લોકોના નામ સુધારવામાં આવ્યા હતા. આવકના દાખલા ૪૪૧ કાઢી આપવામાં આવ્યા હતા. જ્યારે ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એઇજ પેન્શન યોજના અને વય વંદના યોજના અન્વયે ૪૯, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના પ્રમાણપત્ર ૫૦૮, જ્ઞાતિ અંગેના દાખલા ૧૩૩, બિન અનામમત વર્ગ માટેન પમાણપત્ર ૨૨૩ નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના અન્વયે ૩૨૩ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.

