Gujarat

લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી…

 ગિરગઢડા
ભરત ગંગદેવ
 ગિરસોમનાથ જિલ્લામાં વિરામ બાદ ફરી મેધાની બીજી ઇનિંગ. ગિરગઢડા. ઉના. કોડીનાર તાલાળા.સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ, ઘંટીયા, ટીંબડી, આલીધરા, ટોબરા ખાંભા, કુંભારીયા સહિતના ગામોમાં લાંબા સમયના વિરામ બાદ આજે મેઘરાજાએ ધમકદાર એન્ટ્રી કરી હતી બપોર પછી અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ગાજ વીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા એક કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો અને ચારેબાજુ રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા અને મૂુજાતી મોલાતમા મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોને નવું જીવન મળ્યું હતું..જોત જોતામાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં.ગિરસોમનાથ જિલ્લામાં 2.થી 3.ઇસ વરસાદ પડ્યો છે.

IMG-20220805-WA0559.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *